શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના થાય તો કઈ દવા નહીં લેવા માટે અપાઈ સલાહ ? કેમ છે આ દવા ખતરનાક ?
એ દવાથી કોરોનાની સારવાર કરવામાં દર્દી પર જોખમ મંડરાતું હોવાની ચેતવણી પણ સ્વાસ્થ્ય સંગઠને આપી હતી.
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)રેમડેસિવીરથી કોરોના દર્દીની સારવાર ન કરવાની સલાહ આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે રેમડેસિવીરના ડોઝથી કોરોના મટતો હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી. એન્ટી વાયરલ દવા રેમડેસિવીર ઈબોલાની સારવાર માટે બનાવાઈ હતી. ઈબોલામાં એ ઠીક-ઠીક કારગત નીવડી હતી. એ જ દવા કોરોનાના ગંભીર દર્દીઓને પણ આપવામાં આવી રહી છે.
તે અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે એનાથી કોરોના મટતો હોવાની શક્યતા નહિંવત છે. અત્યાર સુધી તેના કોઈ જ પુરાવા મળ્યા નથી. એ દવાથી કોરોનાની સારવાર કરવામાં દર્દી પર જોખમ મંડરાતું હોવાની ચેતવણી પણ સ્વાસ્થ્ય સંગઠને આપી હતી.
સોલિડેરિટી ટ્રાયલના પરિણામોમાં જાણવા મળ્યું છે કે રેમડેસિવિયર દવા મૃત્યુઆંક ઘટાડવામાં નિષ્ફળ ગઈ હતી. WHO નિષ્ણાત પેનલે અન્ય ત્રણ ટ્રાયલ્સના ડેટાની સમીક્ષા પણ કરી હતી. પેનલે જણાવ્યું હતું કે આ દવા દર્દીઓ પર કોઈ ખાસ અસર કરી રહી નથી. સોલિડેરિટી ટ્રાયલનાં પરિણામો ઓક્ટોબર મહિનામાં પ્રકાશિત થયા હતા.
જોકે, અમેરિકા, યૂરોપીય સંઘ અને અનેય દેશોમાં રેમડેસિવીરના કામચલાઉ ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. શરૂઆતના સંશોધનમાં કેટલાક દર્દીમાં રિકવરીનો સમય ઓછો કરવામાં મદગગાર સાબિત થાની વાત સામે આવ્યા બાદ રેમડેસિવીરને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓક્ટોબરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંક્રમિત થયા બાદ તેમને રેમડેસિવીર સહિત અન્ય દવાઓ આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion