(Source: ECI/ABP News/ABP Majha)
ત્રીજુ વિશ્વયુદ્ધ નક્કી ? પુતિને પરમાણું હુમલાના નિયમો બદલ્યા... કહ્યું- બેલેસ્ટિક મિસાઇલ છોડશો તો ન્યૂક્લિયર એટેક થશે
Russia And Ukraine War Update: જો કોઈપણ દેશ રશિયા વિરુદ્ધ ડ્રૉન હુમલો કરે છે તો તેનો જવાબ ન્યૂક્લિયર ડિટરન્સના રૂપમાં પણ આપી શકાય છે. રશિયન સેના આવા હુમલાનો જડબાતોડ જવાબ આપશે
Russia And Ukraine War Update: રશિયા અને યૂક્રેન યુદ્ધની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે જે દેશ પાસે પરમાણુ શક્તિ નથી, તે પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા ગણવામાં આવશે. જો રશિયા સામે બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરવામાં આવશે તો તેના જવાબમાં પરમાણુ હુમલો પણ થઈ શકે છે.
પુતિને પોતાના દેશના પરમાણુ નિયમોમાં આ ફેરફાર કર્યા છે. જેથી યૂક્રેનને સમર્થન કરતા દેશો તેના પર હુમલો ના કરી શકે. અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ તાજેતરમાં યૂક્રેનને લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જે બાદ પુતિને આ પગલું ભર્યું છે.
આટલું જ નહીં, પુતિને આવા બીજા પણ ફેરફારો કર્યા...
- જો કોઈપણ દેશ રશિયા વિરુદ્ધ ડ્રૉન હુમલો કરે છે તો તેનો જવાબ ન્યૂક્લિયર ડિટરન્સના રૂપમાં પણ આપી શકાય છે. રશિયન સેના આવા હુમલાનો જડબાતોડ જવાબ આપશે.
- જો કોઈપણ હથિયાર રશિયન બૉર્ડર ક્રૉસ કરીને એર કે સ્પેસમાંથી આવશે તો તેને રશિયા વિરૂદ્ધ યુદ્ધ માનવામાં આવશે. આવી સ્થિતિમાં રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
જો રશિયાને લાગ્યું કે તેનો દેશ અને લોકો જોખમમાં છે, તો તે પરમાણુ મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી શકે છે. જેથી દુશ્મનના હુમલાનો જડબાતોડ જવાબ આપી શકાય.
- સ્પેસથી હુમલાની સ્થિતિમાં રશિયા પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરશે. અવકાશમાં પણ હુમલા કરી શકાય છે. આ પ્રકારના હુમલામાં ન્યૂક્લિયર ડિટરન્સનો પણ ઉપયોગ કરી શકાય છે.
❗️PUTIN'S DECREE "ON THE APPROVAL OF THE FOUNDATIONS OF THE STATE POLICY OF RUSSIA IN THE FIELD OF NUCLEAR DETERRENCE" SAYS THAT:
— Sputnik (@SputnikInt) November 19, 2024
🔺Nuclear deterrence can be triggered if the enemy has attack drones threatening Russia
🔺Data on massive takeoff of air and space attack weapons… pic.twitter.com/op1lkpK0tG
રશિયાએ આવું કેમ કર્યુ ?
પુતિનને લાગે છે કે જો પરમાણુ શક્તિ ધરાવતા દેશો બિન-પરમાણુ-શસ્ત્રો ધરાવતા દેશમાં રશિયા સામે શસ્ત્રોનો ઉપયોગ કરે છે, તો તે રશિયા સામે લશ્કરી ખતરો છે. આવા જોખમોથી બચવા માટે પરમાણુ હથિયારોનો પણ ઉપયોગ કરી શકાય છે. રશિયાના પરમાણુ અવરોધક દળમાં જમીન, સમુદ્ર અને હવાઈ દળોનો સમાવેશ થાય છે.
એટલે કે રશિયા આ ત્રણ જગ્યાએથી દુશ્મન પર હુમલો કરશે. રશિયા કોઈપણ મોટા યુદ્ધને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ખાસ કરીને જો ત્યાં કોઈ પરમાણુ યુદ્ધ ન હોય. આથી રશિયાએ આખી દુનિયાને ચેતવણી આપી છે કે જો કોઈ રશિયા વિરુદ્ધ બેલેસ્ટિક મિસાઈલ છોડશે તો રશિયા તેની વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ કરી શકે છે.
આ પણ વાંચો
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ