Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપી છે. ભાજપે વિજય રુપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને મહારાષ્ટ્ર માટે પાર્ટીના સેન્ટ્રલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપની શાનદાર જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી નથી થયું. ત્યારે પાર્ટીના તમામ ધારાસભ્યોને મળી તેમનો મત જાણવા માટે પાર્ટીએ વિજય રુપાણીની નિયુક્તિ કરી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ નોટમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે વિજય રુપાણી પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત અને પ્રદેશ પ્રભારી પંજાબ તેમજ કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણને કેંદ્રીય પર્યવેક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવે છે.




















