શોધખોળ કરો
શું પાણીથી કોરોના વાયરસનો પૂરી રીતે નાશ કરી શકાય છે? જાણો રશિયાના વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો...
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઉકળતા તાપમાન પર પાણી Sars-CoV-2ને પૂરી રીતે અને તરત જ મારી નાખે છે.

Corornavirus: કોરોના વાયરસ પર ચાલીરહેલ સંશોધનની વચ્ચે રશિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પાણી કોરોના વાયરસને પૂરી રીતે ખત્મ કરી શકે છે. શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉકલથા તાપમાન પર પાણી Sars-CoV-2 વાયરસને પૂરી રીતે અને તરત નાશ કરે છે.
શું પાણી કોરોના વાયરસને મારી શકે છે?
રશિયાના વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, 72 કલાકમાં પાણી કોરોના વાયરસનો પૂરી રીતે નાશ કરી શકે છે. શોધમાં જાણવા મળ્યું છે કે, વાયરસની સુગમનતા પાણીના તાપમાન પર પ્રત્યક્ષ રીતે આધાર રાખેછે. રૂમના તાપમાનના પાણીમાં 24 કલાકમાં વાયરસના પાર્ટિકલ્સ 90 ટકા અને 72 કલાકની અંદર 99.9 ટકા પૂરી રીતે ખત્મ થઈ જાય છે. રશિયન ફેડરિલ સર્વિસ ફોર હ્યૂમન વેબલીંગ તફથી ગુરુવારે પ્રકાશિત થનાર રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ઉકળતા તાપમાન પર પાણી Sars-CoV-2ને પૂરી રીતે અને તરત જ મારી નાખે છે. આ વાયરસ કેટલીક સ્થિતિમાં પાણી પર રહી શકે છે, પરંતુ સમુદ્ર અથવા તાજા પાણીમાં ન તો વધે છે અને ન તો રહે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, લિનોલિયમ, ગ્લાસ, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ પર વાયરસ 48 કલાક સુધી સક્રીય રહે છે.
રશિયાના વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી આ વાત
સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, એથિલ અને આઈસોપ્રોપિલસ આલ્હોકોલનું 30 ટકા મિશ્રણ અડધા કલાકમાં વાયરસના એક મિલિયન પાર્ટિકલ્સને મારવા માટે પૂરતા છે. જોકે આ પેહલાના સંશોધનમાં એથિલ અને આઈસોપ્રોપિલ, આહ્લોકોલના 60 ટકા મિશ્રણથી વાયરસને મારવાની વાત કહેવામાં આવી હતી. સંશોધનમાં કોલોરીન ડિસઇન્ફેક્ટન્ટની વાયરસ વિરૂદ્ધ ભૂમિકાને ઉજાગર કરતાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી પણ 30 સેકન્ડમાં સાર્સ-કોવિ-2ને પૂરી રીતે અને પ્રભાવી રીતે સાફ કરી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
