Russia Ukraine War: યૂક્રેનના ચેર્નિહાઈવ પર રશિયાએ કર્યો ગોળીબાર, 5 લોકોના મોત, 11 બાળકો સહિત 37 ઈજાગ્રસ્ત
મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ઉત્તરી યુક્રેનિયન શહેર ચેર્નિહાઇવમાં ગોળીબાર કર્યો જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 37 ઘાયલ થયા હતા.
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હજુ અટક્યું નથી. મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ઉત્તરી યુક્રેનિયન શહેર ચેર્નિહાઇવમાં ગોળીબાર કર્યો જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 37 ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોમાં 11 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઝેલેન્સકીએ આ ઘટનાનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં વાહનોને નુકસાન જોવા મળે છે. ત્યાં એક કારમાં મૃતદેહ દેખાય છે.
ઉત્તરી યુક્રેનિયન શહેર ચેર્નિહાઇવના સેન્ટ્રલ સ્ક્વેર પર રશિયન ગોળીબાર હુમલામાં પાંચ લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા. ગૃહ મંત્રાલયે શનિવારે આ માહિતી આપી.
ઘાયલોમાં 11 બાળકો પણ સામેલ છે
મંત્રાલયે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે લોકો ધાર્મિક રજા મનાવવા માટે ચર્ચમાં જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોમાં 11 બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા ટેલિગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, "એક રશિયન મિસાઇલ અમારા ચેર્નિહાઇવમાં, શહેરની મધ્યમાં અથડાઈ. ત્યાં એક સ્ક્વેર, પોલિટેકનિક યુનિવર્સિટી અને એક થિયેટર છે."
#BREAKING Russia shelled centre of north Ukrainian city Chernihiv: authorities pic.twitter.com/tbP7f6GMXo
— AFP News Agency (@AFP) August 19, 2023
ઝેલેન્સકીએ વિનાશનું દ્રશ્ય શેર કર્યું
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, "શનિવારના એક સામાન્ય દિવસને રશિયાએ દર્દ અને નુકસાનના દિવસમાં ફેરવી દીધો છે." ઝેલેન્સ્કીની પોસ્ટ સાથે એક નાનો વિડિયો હતો જેમાં પ્રાદેશિક ડ્રામા થિયેટરની સામે એક ચોક પર કાટમાળ જોવા મળ્યો હતો અને ત્યાં પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું હતું. ઉલ્લેખનિય છે કે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી આ દિવસોમાં સ્વીડનની કાર્યકારી યાત્રા પર હતા.
#UPDATE Russia on Saturday shelled the centre of the north Ukrainian city Chernihiv, spared from large-scale attacks since the first months of Moscow's invasion last year, local authorities said. pic.twitter.com/QIzhg6qsUr
— AFP News Agency (@AFP) August 19, 2023
વીડિયોમાં મૃતદેહ બતાવવામાં આવ્યો છે
વીડિયોમાં એક લાશ કારની અંદર પડેલી પણ જોઈ શકાય છે. આપાતકાલિન સેવાઓ સુધી પહોંચની મંજૂરી આપવા માટે સિટી સેન્ટરને આંશિક રીતે બંધ કરવામાં આવ્યું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial