Russia Ukraine War: યુક્રેનના આ શહેરમાં રસ્તા પર રઝળી રહ્યા છે મૃતદેહો, પાર્ક-સ્કૂલો બન્યા કબ્રસ્તાન
Russia Ukraine War સૌથી ખરાબ પરિસ્થિતિ મેરીયુપોલ શહેરમાં છે. મૃતકોને કબ્રસ્તાનમાં લઈ જવાનું શક્ય નથી. મજબૂરીમાં આ મૃતદેહોને પાર્ક અને શાળાઓમાં દાટવા પડી રહ્યા છે. ઘણા મૃતદેહો રસ્તા પર જ પડ્યા છે.
Russia Ukraine War: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે સતત 34મા દિવસે યુદ્ધ ચાલુ છે. અનેક દેશોની મધ્યસ્થી છતાં એક પણ દેશ ઝૂકવા તૈયાર નથી. યુક્રેનના ઘણા શહેરો રશિયન બોમ્બ ધડાકા અને મિસાઈલ હુમલાથી તબાહ થઈ ગયા છે. સેંકડો નાગરિકો પણ યુદ્ધનો શિકાર બન્યા છે.
સમય જતાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ પણ ખતરનાક બની રહ્યું છે. રશિયા દ્વારા સતત આક્રમક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અને તેના બોમ્બ ધડાકા અને હવાઈ હુમલાઓ યુક્રેનના સામાન્ય લોકોના જીવ લઈ રહ્યા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ મેરીયુપોલ શહેરમાં છે. અહીં મૃતકોને કબ્રસ્તાનમાં લઈ જવાનું શક્ય નથી. મજબૂરીમાં આ મૃતદેહોને પાર્ક અને શાળાઓમાં દાટવા પડી રહ્યા છે. ઘણા મૃતદેહો રસ્તા પર જ પડ્યા છે. આ શહેર એટલું બરબાદ થઈ ગયું છે કે તેની સરખામણી સીરિયાના અલેપ્પો શહેર સાથે થવા લાગી છે.
સંચાર સેવા સંપૂર્ણપણે બંધ
અહેવાલ મુજબ, મારિયુપોલમાં સંચાર સેવા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. બંકરોમાં આશરો લેનારાઓમાંથી કોઈ વ્યક્તિ ખોરાક કે અન્ય જરૂરી ચીજવસ્તુઓ લેવા જાય અને લાંબા સમય પછી પાછો ન આવે ત્યારે લોકો કંઈક અઘટિત થવાના ડરથી રડવા લાગે છે. સંચાર સેવા સંપૂર્ણ ઠપ થઈ ગઈ કોઈને કોઈ સમાચાર મળતા નથી. આ શહેર દેશ અને દુનિયાથી સાવ કપાઈ ગયું છે.
War in Ukraine: Latest developments.
— AFP News Agency (@AFP) March 29, 2022
- Irpin recaptured
- 5,000 dead in Mariupol
- Poisoning report
- Wagner Group mercenaries in Ukraine: UK https://t.co/WADxy5enqr pic.twitter.com/PmZ2HWQihe
યુક્રેનના કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને કહ્યું કે જેઓ શહેર છોડીને અન્ય દેશોમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમની પાસેથી રશિયન સેના તેમના પાસપોર્ટ છીનવી રહી છે અને તેમને બળજબરીથી રશિયન સરહદ પર મોકલે છે. લગભગ 3 હજાર લોકોને આ રીતે રશિયા મોકલવામાં આવ્યા છે.