Russia Ukraine War: યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાહેર કરી નવી એડવાઇઝરી, ખારકિવ તાત્કાલિક છોડવા આદેશ
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે.
LIVE
Background
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 7મો દિવસ છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધે યુક્રેનની હાલત ખરાબ કરી દીધી છે. આ સાત દિવસોમાં રશિયાએ યુક્રેન પર અવાર-નવાર અનેક મિસાઈલો છોડી છે. આ હુમલાઓથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. બીજી તરફ બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત બાદ પણ કોઈ ઉકેલ મળી શક્યો નથી. આ યુદ્ધમાં ન તો રશિયા અને ન તો યુક્રેન ઝુકવા તૈયાર છે. હાલમાં રશિયન સેનાએ યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટ કર્યા છે.
ખારકિવ છોડવા આદેશ
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખારકિવમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક છોડવાની સલાહ આપી છે. એડવાઇઝરી મુજબ ભારતીય નાગરિકોએ શક્યે તેટલું વહેલું ખારકિવને છોડવું જોઈએ અને બને તેટલી વહેલી તકે પિસોચિન, બેઝલ્યુડોવકા અને બાબાયે તરફ આગળ વધવા જણાવાયું છે.. તેઓએ આજે 1800 કલાક (યુક્રેનિયન સમય) સુધીમાં આ વસાહતો પર પહોંચવું આવશ્યક છે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ વિદ્યાર્થીના પિતા સાથે કરી વાત
#Watch | Union Minister for Civil Aviation Jyotiraditya Scindia spoke to one of the parents of stranded Indian students in Ukraine pic.twitter.com/q8uyMMYNS6
— ANI (@ANI) March 2, 2022
રશિયાના 6 હજાર સૈનિકોને માર્યાના યુક્રેનનો દાવો
યુક્રેન-રશિયા સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે યુદ્ધના છેલ્લા છ દિવસમાં યુક્રેનની સેનાએ 6,000 રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.
રાહુલ ગાંધીએ પૂછ્યું કે અત્યાર સુધીમાં કેટલા ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા
રાહુલ ગાંધીએ 'મિશન ગંગા'ને લઈને કેન્દ્ર સરકારને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભારત સરકારને પૂછ્યું છે કે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં કેટલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે અને કેટલા હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે.
રશિયન આર્મીએ ખારકિવમાં ઉતરાણ કર્યું
યુક્રેનિયન સૈન્યએ કહ્યું, "રશિયન આર્મીએ ખારકિવમાં ઉતરણ કર્યુ છે, અને તેઓએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. અત્યારે લડાઈ ચાલી રહી છે...
#BREAKING Russian airborne troops land in Ukraine's second city Kharkiv: Ukrainian army pic.twitter.com/TKZty2shQc
— AFP News Agency (@AFP) March 2, 2022