Russia Ukraine War: રશિયા પર યુક્રેન સરકારની મોટી કાર્યવાહી, યુક્રેનમાં રશિયન નાગરિકોની સંપત્તિ થશે જપ્ત
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત આઠ દિવસથી ચાલી રહ્યું છે. રશિયન સેન યુક્રેનના ઘણા શહેરો પર સતત બોમ્બમારો કરી રહી છે.

Background
Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતત આઠ દિવસથી ચાલી રહ્યું છે. રશિયન સેન યુક્રેનના ઘણા શહેરો પર સતત બોમ્બમારો કરી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી હતી. એક રિપોર્ટ અનુસાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ પુતિન સાથે 90 મિનિટ સુધી વાતચીત કરી હતી. જ્યારે યુક્રેને દાવો કર્યો હતો કે યુદ્ધમાં રશિયાના 9000 સૈનિકો માર્યા ગયા છે અને 217 રશિયન ટેન્કોને નષ્ટ કરી દીધી છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે રશિયા સામે લડવા માટે 16000 વિદેશી સૈનિક લડવા આવી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર તરફથી દાવો કરવામા આવ્યો છે કે એક સપ્તાહ અગાઉ શરૂ થયેલા રશિયન હુમલામાં યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 227 નાગરિકો માર્યા ગયા છે અને 525 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે.મ
યુક્રેન સરકારની રશિયા પર મોટી કાર્યવાહી
યુક્રેનની સરકારે રશિયા પર મોટી કાર્યવાહી કરી છે. યુક્રેનની સંસદે એક કાયદાને મંજૂરી આપી છે જે હેઠળ યુક્રેનમાં રશિયન અથવા રશિયન નાગરિકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. રોયટર્સ અનુસાર, આ અંગેનો નિર્ણય યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવ્યો છે.
યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને મળ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વારાણસી પહોંચ્યા હતા. અહીં તેમણે વારાણસી અને યુપીના વિવિધ વિસ્તારોમાંથી યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી





















