Russia Ukraine War: રશિયાનો દાવો- યુક્રેનના ગોળીબારમાં 53 કેદીઓના મોત
Russia Ukraine War: ડોનેસ્કના ગવર્નર પાવલો કિરીલેન્કોએ યુદ્ધની તીવ્રતાને ટાંકીને સામાન્ય લોકોને શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર છોડી દેવાની વિનંતી કરી છે
Russia Ukraine War: પૂર્વીય યુક્રેનમાં રશિયન સમર્થિત અલગતાવાદીઓએ દાવો કર્યો છે કે મેરીયુપોલના કબજાના યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછા 53 યુક્રેનિયન કેદીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમનું ગોળીબારમાં મોત થયું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા, લેફ્ટનન્ટ જનરલ ઇગોર કોનાશેન્કોવે પણ જણાવ્યું હતું કે યુક્રેનિયનોએ રશિયન-નિયંત્રિત ડોનેત્સ્ક ક્ષેત્રમાં ઓલેનિવકા શહેરમાં એક જેલ પર રોકેટ છોડ્યા હતા, જેમાં 75 યુક્રેનિયન યુદ્ધ કેદીઓ ઘાયલ થયા હતા. જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.
ડોનેત્સ્ક ક્ષેત્રમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓના પ્રવક્તા ડેનિલ બેઝસોનોવે જેલ પર રોકેટ હુમલામાં 40 યુક્રેનિયન યુદ્ધ કેદીઓના મોતની માહિતી આપી હતી. આ દાવાઓ અંગે યુક્રેનિયન સત્તાવાળાઓ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિસાદ મળ્યો નથી. કોનાશેન્કોવ દાવો કરે છે કે આ હુમલો યુક્રેનિયન સૈનિકોને આત્મસમર્પણ કરતા નિરાશ કરવા માટે કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જેલ પર થયેલા હુમલામાં આઠ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, ડોનિસ્ક ક્ષેત્રમાં યુક્રેનિયન વહીવટીતંત્રે કહ્યું કે રશિયન દળો યુક્રેન દ્વારા નિયંત્રિત વિસ્તારોમાં નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે.
Russian troops were driven out of Mala Rogan by the Ukrainian army after a fortnight of fierce fighting but it was enough time to leave Galyna Kios's street in ruins. She and other residents have been cleaning up in the weeks since.
— AFP News Agency (@AFP) July 30, 2022
➡️ https://t.co/GMjVrfZfrA by @frankietaggart pic.twitter.com/LpuCknH8xz
સામાન્ય નાગરિકોને વિસ્તાર છોડી દેવાની અપીલ
ડોનેસ્કના ગવર્નર પાવલો કિરીલેન્કોએ યુદ્ધની તીવ્રતાને ટાંકીને સામાન્ય લોકોને શક્ય તેટલી વહેલી તકે વિસ્તાર છોડી દેવાની વિનંતી કરી છે. "રશિયન દળોને નાગરિક જાનહાનિની પરવા નથી," તેમણે કહ્યું. તેઓ પ્રદેશના શહેરો અને ગામડાઓને નિશાન બનાવી રહ્યા છે. તેથી સામાન્ય લોકોએ આ વિસ્તાર છોડી દેવો જોઈએ.