Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
રશિયાના હુમલાને લઈને યુક્રેન દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસર પર રશિયાએ અહીંના એક રેલવે સ્ટેશન પર રોકેટ હુમલો કર્યો હતો
Russia-Ukraine War: રશિયાના હુમલાને લઈને યુક્રેન દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. યુક્રેનના સ્વતંત્રતા દિવસના અવસર પર રશિયાએ અહીંના એક રેલવે સ્ટેશન પર રોકેટ હુમલો કર્યો હતો જેમાં 22 લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 50 લોકો ઘાયલ પણ થયા છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આપી હતી.
#UPDATE A Russian missile strike Wednesday in Ukraine's central Dnipropetrovsk region killed 22 people, Zelensky said.
— AFP News Agency (@AFP) August 24, 2022
The strike hit as Ukraine celebrated its 1991 independence from the Soviet Union, and marked six months since Russia invaded.
➡️ https://t.co/NpWbN9oYfW
થોડા દિવસો પહેલા અમેરિકી સુરક્ષા એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા 24 ઓગસ્ટ એટલે કે યુક્રેનના સ્વતંત્રતા દિવસના દિવસે મોટો હુમલો કરી શકે છે અને યુક્રેનમાં જ એવી તૈયારીઓ કરી હતી કે જો રશિયા તરફથી કોઈ મોટો હુમલો થાય તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે.
Ukrainian President Volodymyr Zelensky told the UN Security Council on Aug 24 that "a Russian missile strike on a railway station in the (central) Dnipropetrovsk region" killed 22 people and injured around 50: AFP News Agency#RussiaUkraineCrisis pic.twitter.com/Nx9sWXzJZa
— ANI (@ANI) August 24, 2022
યુક્રેનની સમાચાર એજન્સીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને એક વીડિયો દ્વારા હુમલાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જીવલેણ હુમલો નિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રના ચેપલને શહેરમાં થયો હતો. આ શહેરની વસ્તી આશરે 3,500 છે.
યુક્રેન 31મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ગઈકાલે એટલે કે 24 ઓગસ્ટના રોજ યુક્રેને તેનો 31મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. યુક્રેન 24 ઓગસ્ટ 1991ના રોજ સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતુ. આજે યુક્રેનનો સ્વતંત્રતા દિવસ છે. દર વર્ષે આ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ આ વખતે ઉજવણીના બદલે યુક્રેનિયન લોકોના હૃદયમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ડર છે કે આ દિવસે રશિયા ખૂબ જ ભયંકર કંઈક કરી શકે છે. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું.