Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર
Ukraine Russia War: યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે જો વિસ્ફોટ થશે અથવા કિરણોત્સર્ગી પદાર્થોનું લીક થશે તો તે માત્ર યુક્રેન જ નહીં પરંતુ સમગ્ર યુરોપનો અંત હશે. રશ
![Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર Russia Ukraine War: Ukraine president claims leakage or blast in nuclear may be harmful for Europe Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો દાવોઃ પરમાણુ પ્લાન્ટમાં વિસ્ફોટક કે લીકેજથી સમગ્ર યુરોપમાં મચશે હાહાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/05/7f19c7fd87b2ce1e81c7a5bfd8017b33_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેને શુક્રવારે રશિયન સેના પર ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલામાં પ્લાન્ટના છ રિએક્ટરમાંથી એકમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લાવવામાં આવી હતી, પરંતુ યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે જો વિસ્ફોટ થશે અથવા કિરણોત્સર્ગી પદાર્થોનું લીક થશે તો તે માત્ર યુક્રેન જ નહીં પરંતુ સમગ્ર યુરોપનો અંત હશે. રશિયાએ પ્લાન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. પ્લાન્ટ પર કેવી રીતે હુમલો થયો તે સ્પષ્ટ નથી.
ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે
નજીકના શહેર નેહોદરના મેયર દિમિત્રો ઓર્લોવ દાવો કરે છે કે જ્યારે રશિયન સૈન્ય પ્લાન્ટની નજીક પહોંચ્યું ત્યારે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. બાદમાં દિમિત્રોને રશિયન સેનાએ બંધક બનાવી લીધા હતા. ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટના પ્રવક્તા આન્દ્રે તુઝે જણાવ્યું હતું કે એક રિએક્ટરને નુકસાન થયું હતું, જોકે તે જોખમમાં નથી. પરંતુ પરમાણુ નિષ્ણાતો આનાથી સાવચેત થઈ ગયા છે, તેઓએ કહ્યું કે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર હુમલો ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.
આઈએઈએ શું કહ્યું
હુમલા પછી આંતરરાષ્ટ્રીય એટમિક સંસ્થા ઈન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈએઈએ)એ જણાવ્યું હતું કે, યુક્રેનમાં ઝેપોરિઝ્ઝિઆ પરમાણુ પ્લાન્ટમાં ૬ રિએક્ટર છે. આ પ્લાન્ટ આખા યુરોપમાં સૌથી મોટો અને પૃથ્વી પર ૯મો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે. રશિયન સૈન્યે તેના પર મોર્ટાર અને આરપીજીથી હુમલા કર્યા હતા, જેને પગલે રિએક્ટર સેન્ટરના કેટલાક ભાગમાં આગ લાગી હતી. આ હુમલાથી રિએક્ટરને કોઈ જોખમ નથી. તેની બાજુના તાલિમ સેન્ટરમાં આગ લાગી હતી. રિએક્ટર એકદમ સલામત છે તેમ આઈએઈએએ ઉમેર્યું હતું.
બાઈડેને શું કરી વિનંતી
બાઈડેને રશિયાને વિનંતી કરી છે કે નિષ્ણાતોને પ્લાન્ટનું નિરીક્ષણ કરવા દે.
યુરોપીયન ગુપ્તચર એજન્સીએ કર્યો મોટો દાવો
યુરોપીયન ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે ત્રણ દિવસમાં યુક્રેન કબજે કરવાની પુતિનની યોજના નિષ્ફળ ગઈ હોવાથી અને યુક્રેનના નાગરિકોએ રશિયન સૈન્યનો જોરદાર પ્રતિકાર કરવાને કારણે રશિયા હવે નાગરિકોનું મનોબળ તોડવા માટે યુક્રેનના શહેરોમાં લોકોને જાહેરમાં ફાંસી આપવાની યોજના બનાવી રહ્યું છે. વિરોધ પ્રદર્શનો પર કાર્યવાહી, રાજકીય વિરોધીઓની કેદ અને જાહેરમાં ફાંસીને આક્રમક રણનીતિ માનવામાં આવે છે. બ્લૂમબર્ગે રશિયન ગુપ્તચર એજન્સી ફેડરલ સિક્યોરિટી સર્વિસના રિપોર્ટના દસ્તાવેજોને ટાંકીને કહ્યું હતું કે, રશિયન એજન્સી હિંસક ભીડ નિયંત્રણ માટે આયોજકોની ધરપકડ કરવાની પણ યોજના બનાવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)