દેશ છોડીને જતી ગર્લફ્રેન્ડને યુક્રેનના સૈનિકે ચેકપોઈન્ટ પર સરપ્રાઈઝ આપ્યુ, યુવતીએ શું કર્યું જુઓ વીડિયો
યુદ્ધમાં યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. લાખો લોકો દેશ છોડી ગયા છે. આ દરમિયાન યુક્રેનમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુક્રેનિયન સૈનિક તેની ગર્લફ્રેન્ડને સરપ્રાઈઝ આપતા તેને પ્રપોઝ કરી રહ્યો છે.
Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. લાખો લોકો દેશ છોડી ગયા છે. આ દરમિયાન યુક્રેનમાંથી એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક યુક્રેનિયન સૈનિક તેની ગર્લફ્રેન્ડને સરપ્રાઈઝ આપતા તેને પ્રપોઝ કરી રહ્યો છે. આ વીડિયો યુક્રેનની રાજધાની કિવનો હોવાનું જણવાઈ રહ્યું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ચેકપોઇન્ટ પર સર્ચ ચાલી રહ્યું છે. યુક્રેનિયન સૈનિકો ચેકપોઇન્ટ પાર કરતા નાગરિકોની તપાસ કરી રહ્યા છે, તેમના દસ્તાવેજો તપાસી રહ્યા છે. ત્યારે એક મહિલા કારમાંથી બહાર નીકળી કે તરત જ યુક્રેનનો એક સૈનિક ઘૂંટણિયે પડી ગયો અને મહિલાને પ્રપોઝ કર્યું. સૈનિકના હાથમાં ફૂલોનો ગુલદસ્તો છે, જે તેને પાછળ છુપાવી રાખ્યો છે. આ બધું જોઈને મહિલા આશ્ચર્યચકિત થઈ જાય છે. પોતાના પ્રેમીએ આપેલા આ સરપ્રાઈઝથી મહિલા ખુશ થઈ જાય છે અને પ્રેમી સૈનિકને ગળે લગાવે છે. આ બધું જોઈ પાછળ હાજર રહેલા લોકો તાળીઓ પાડીને આ કપલને પ્રોત્સાહિત કરે છે.
People on the border with #Ukraine assumed they are passing a check post, but one of the soldiers proposed to his girlfriend as she was leaving the country and he was staying behind to fight the Russian invasion pic.twitter.com/aRNtxTTRGT
— Belarus Free Theatre (@BFreeTheatre) March 7, 2022
યુદ્ધ વચ્ચે લગ્ન કર્યાઃ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ઘણા પરીવારોની કહાનીઓ બદલાઈ છે. લોકો વચ્ચે ખૌફ અને દર્દ સાથે તકલીફોનો એવો માહોલ છે જે કોઈને પણ ડરાવી શકે છે. આ સ્થિતિ વચ્ચે યુક્રેનમાં રહેતા એક કપલે કીવમાં બોર્ડર લાઈન પર જ લગ્ન કરી લીધા છે. આ કપલ છેલ્લા 22 વર્ષોથી સાથે રહે છે અને બંનેની એક 18 વર્ષની દિકરી પણ છે.
રશિયા સાથે યુદ્ધ શરુ થયા બાદ દુલ્હન લેસિયા ઈવાશેંકોએ પોતાની નોકરી છોડી દીધી હતી અનને કીવના બહારના વિસ્તારમાં રીજનલ ડિફેન્સ ફોર્સમાં જોડાઈ હતી અને પોતાના વિસ્તારની સુરક્ષા કરી રહી હતી. દુલ્હનનું કહેવું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરુ થયા બાદથી તે પોતાના સાથી વૈલેરી ફીલીમોનોવતીને નહોતી મળી. પણ જ્યારે આ બંને કપલ મળ્યા ત્યારે તેમણે સૈનિકોની વચ્ચે સત્તાવાર લગ્ન કરી લીધા હતા.