શોધખોળ કરો

દુબઇઃ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- દેશમાં છેલ્લા સાડા ચાર વર્ષથી અસહિષ્ણુતાનો માહોલ

દુબઇઃ આંતરરાષ્ટ્રીય સંપર્ક કાર્યક્રમના સંબંધમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના બે દિવસના પ્રવાસ પર છે. શુક્રવારે રાહુલ ગાંધીએ દુબઇમાં પ્રવાસી ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. વિદેશની ધરતી પર રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરવાની સાથે મોદી સરકાર પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2019 સહિષ્ણુતાનું વર્ષ છે પરંતુ છેલ્લા સાડા ચાર વર્ષથી ભારતમાં અસહિષ્ણુતાનો સમય રહ્યો છે. આ અગાઉ કોગ્રેસ અધ્યક્ષે શુક્રવારે જ દુબઇમાં લેબર કોલોનીમાં એકઠા થયેલા ભારતીય કામદારોને સંબોધિત કરતા કહ્યું કે, જો તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં સત્તામાં આવશે તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જેવી અમારી સરકાર સત્તામાં આવશે અમે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશું. આંધ્રપ્રદેશ અને તેલંગણાને બે જૂન 2014ના રોજ ભાગલા પાડીને બે અલગ અલગ રાજ્ય બનાવી દીધા હતા. તમે ભારત, ભારતીય રાજ્યો અને ગરીબ લોકોની મદદ કરી તથા તમે દુબઇ શહેર બનાવવા માટે કામ કર્યું છે જે આખા વિશ્વમાં મહાન છે. હું તમારો આભાર માનું છું. સંયુક્ત આરબ અમીરાતના વિકાસની પ્રશંસા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે અહી જે પણ વિકાસ જોવો છો, ઉંચી ઇમારતો, મોટા એરપોર્ટ્સ અને મેટ્રો એ તમારા યોગદાન વિના બન્યું ના હોત. તમે આ શહેરના વિકાસ માટે પરસેવો પાડ્યો છે. રાહુલે કહ્યું કે, મને વિશ્વાસ છે કે જો આપણે એક સાથે ઉભા રહીશું તો અમે ભારત સરકાર અને વડાપ્રધાન મોદીને એ વાત  રાજી કરી લઇશું કે જે આંધ્રપ્રદેશના લોકોના બાકી અધિકાર છે તેમને આપવા જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે

Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર

ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
Virat Kohli: કન્ફર્મ, વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ભારત છોડવાનું વિચારી રહ્યો છે! જાણો ક્યાં હશે નવું ઘર
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

Health Tips: જો ડાયાબિટીસથી બચવું હોય તો ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તું

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Embed widget