Saudi Prince : સાઉદી પ્રિંસના 'મહાપ્લાન'થી ભારતીયોને બલ્લે બલ્લે, થશે પૈસાનો વરસાદ
આ પ્રોજેક્ટ 19 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેશે. તેમાં એક મ્યુઝિયમ, ટેક્નોલોજી અને ડિઝાઇન યુનિવર્સિટી, બહુહેતુક થિયેટર અને 80 થી વધુ મનોરંજન અને સંસ્કૃતિ સ્થળો હશે.
Saudi Crown Prince Mohammed Bin Salman : સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન અલ સઉદે બીજી એક ભવ્ય યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સાઉદી પ્રિન્સે રાજધાની રિયાધમાં વિશ્વના સૌથી મોટા આધુનિક શહેરને વિકસાવવા માટે ન્યૂ માર્મલેડ ડેવલપમેન્ટ કંપની શરૂ કરવાની જાહેરાત કરી છે. ડાઉનટાઉન શહેર 2030માં પૂર્ણ થશે અને બિન-તેલ જીડીપી માટે 180 બિલિયન સાઉદી રિયાલ ($48.6 બિલિયન) જનરેટ કરવાની અપેક્ષા છે. આ મેગા પ્રોજેક્ટથી બાંધકામ ઉદ્યોગમાં લાખોની સંખ્યામાં કામ કરતા ભારતીય કામદારોને પણ જોરદાર ફાયદો થવાની અપેક્ષા છે.
મોહમ્મદ બિન સલમાનના આ મેગા પ્રોજેક્ટથી 3,34,000 લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પેદા થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ 19 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેશે. તેમાં એક મ્યુઝિયમ, ટેક્નોલોજી અને ડિઝાઇન યુનિવર્સિટી, બહુહેતુક થિયેટર અને 80 થી વધુ મનોરંજન અને સંસ્કૃતિ સ્થળો હશે. સાઉદી પ્રિન્સ ઇચ્છે છે કે, રાજધાની રિયાધનું કદ અને વસ્તી વર્ષ 2030 સુધીમાં બમણી કરવામાં આવે. આ માટે સાઉદી પ્રિન્સે રીતરસનો ખજાનો ખોલ્યો છે.
જાણો રિયાધનો નવો વિસ્તાર કેટલો ખાસ હશે
સાઉદી અરેબિયા રિયાધના ટાઉન વિસ્તારને સ્થાયી કરવા માટે 800 અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે. સાઉદી પ્રિન્સે આ ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના વિકાસ માટે ગુરુવારે એક કંપની શરૂ કરી છે. સાઉદી અરેબિયા તેલની નિકાસ પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને આ કારણોસર તે રિયાદને મહાનગરમાં ફેરવવા માંગે છે. અર્થતંત્રમાં પણ વૈવિધ્ય લાવવા માંગે છે. શહેરની અંદર સાંસ્કૃતિક અને મનોરંજનના સ્થળોને મોટા પ્રમાણમાં વિસ્તારવામાં આવશે.
રિયાધનો આ નવો વિસ્તાર 19 ચોરસ માઈલમાં સ્થાયી થશે જે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હશે. લાખો લોકો તેમાં રહી શકશે. એકવાર આ શહેર બની ગયા બાદ તે સાઉદી અરેબિયાના નોન-ઓઇલ જીડીપીમાં $48 બિલિયન ઉમેરશે તેવી અપેક્ષા છે. આ સાથે 3,34,000 લોકોને નોકરી મળશે જેમાં મોટી સંખ્યામાં ભારતીયો હોઈ શકે છે. હાલમાં સાઉદી અરેબિયામાં 25 લાખથી વધુ ભારતીયો કામ કરે છે. તેને ન્યૂ માર્મલેડ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે.
સાઉદી અરેબિયાને આશા છે કે, આ શહેર વસ્યા બાદ લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થશે. સાઉદી અરેબિયા યુએઈના દુબઈ અને અબુ ધાબી સાથે સ્પર્ધા કરી રહ્યું છે. સાઉદી અરેબિયા નિઓમ નામનું એક લાઇન સિટી બનાવી રહ્યું છે. તે તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.