એલિયન્સને આકર્ષવા માટે વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં સ્ત્રી અને પુરુષની નગ્ન તસવીરો મોકલશે
હવે એલિયન્સ સાથે સંપર્ક કરવાના નવા પ્રયાસમાં વૈજ્ઞાનિકો એલિયન્સને આકર્ષિત કરવા માટે બે નગ્ન લોકોની એક તસવીરને અંતરિક્ષમાં મોકલવા માંગે છે.
![એલિયન્સને આકર્ષવા માટે વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં સ્ત્રી અને પુરુષની નગ્ન તસવીરો મોકલશે scientists are hoping to attract aliens by sending a racy image into space. એલિયન્સને આકર્ષવા માટે વૈજ્ઞાનિકો અંતરિક્ષમાં સ્ત્રી અને પુરુષની નગ્ન તસવીરો મોકલશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/03/b2ccf5607be461aa8e6a9026f2c48332_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ માનવી 150થી વધુ વર્ષોથી એલિયન સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભલે તેમાં તેને નિષ્ફળતા મળી હોય અથવા ઓછામાં ઓછું એક પણ એવુ નથી જેના વિશે લોકો જાણતા હોય. હવે એલિયન્સ સાથે સંપર્ક કરવાના નવા પ્રયાસમાં વૈજ્ઞાનિકો એલિયન્સને આકર્ષિત કરવા માટે બે નગ્ન લોકોની એક તસવીરને અંતરિક્ષમાં મોકલવા માંગે છે. સાયન્ટિફિક અમેરિકનના એક અહેવાલ મુજબ, નાસાના વૈજ્ઞાનિકોનું એક ગ્રુપે એક નવો સંદેશ વિકસાવ્યો છે જે આકાશગંગામાં રહેલા બુદ્ધિશાળી એલિયન્સને મોકલી શકાય છે.
A Beacon in the Galaxy: Updated Arecibo Message for Potential FAST and SETI Projects https://t.co/W1Lnez0vSS #Astrobiology #SETI #CarlSagan pic.twitter.com/oCBn1xzLB9
— Astrobiology (@astrobiology) March 24, 2022
ગેલેક્સીમાં (બીઆઇટીજી) બીકન નામની નવી સ્પેસ બાઉન્ડ નોટ નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિક જોનાશન જિયાંગ અને તેમના સાથીઓ દ્ધારા તૈયારી કરવામાં આવી હતી જેમણે એક પ્રીપિન્ટ સાઇટ પર એક અભ્યાસમાં પોતાની પ્રેરણા અને કાર્યપદ્ધતિ પ્રકાશિત કરી હતી.
વૈજ્ઞાનિકોનું આ ગ્રુપ પૃથ્વીના વાતાવરણમાં બે નગ્ન લોકોના કાર્ટૂન મોકલીને બ્રહ્માંડના અન્ય જીવન સ્વરૂપોનો સંપર્ક કરવાની આશા રાખે છે. આ પ્રોજેક્ટમાં ગુરુત્વાકર્ષણ અને ડીએનએનું નિરૂપણ પણ સામેલ છે. સાથે એક નગ્ન પુરુષ અને સ્ત્રીના પિક્સિલેટેડ ડ્રોઇંગનો પણ સમાવેશ થાય છે.વૈજ્ઞાનિકોના મતે તેઓએ આ છબીઓને વિદેશી પ્રજાતિઓ સાથે વાતચીત કરવાના પડકારોને કારણે પસંદ કરી છે જે માનવતા માટે ભાષાનું સંપૂર્ણપણે અલગ સ્વરૂપ હોઈ શકે છે.
પ્રોજેક્ટ પાછળના વૈજ્ઞાનિકો પ્રીપ્રિન્ટમાં લખે છે કે “સૂચિત સંદેશમાં પૃથ્વી પરના જીવનની બાયોકેમિકલ રચના, જાણીતા ગ્લોબ્યુલર ક્લસ્ટરોની તુલનામાં આકાશગંગામાં સૂર્યમંડળની સમય-સ્થિતિ, તેમજ ડિજિટાઇઝ્ડ વિશેની માહિતી દ્વારા સંદેશાવ્યવહારના સાર્વત્રિક માધ્યમો સ્થાપિત કરવા માટે મૂળભૂત ગાણિતિક અને ભૌતિક ખ્યાલોનો સમાવેશ થાય છે. સૂર્યમંડળ અને પૃથ્વીની સપાટીનું ચિત્રણ પણ સામેલ છે.
તેઓએ વધુમાં ઉમેરતા કહ્યું કે સંદેશ કથિત રીતે બાઇનરીમાં કોડિત કરવામાં આવ્યો છે જે એક સાર્વભૌમિક ભાષા છે અને અને 1s અને 0s ની શ્રેણીનો ઉપયોગ કરે છે. જો કે માનવીય દ્રષ્ટિએ ગણિતની વિભાવના ETI માટે સંભવિત રૂપે અજ્ઞાત છે, બાઈનરી સંભવતઃ તમામ બુદ્ધિમત્તામાં સાર્વત્રિક છે, સંશોધકોએ જણાવ્યું હતું કે બાઇનરી ગણિતનું સૌથી સરળ સ્વરૂપ છે કારણ કે તેમાં ફક્ત બે વિરોધી સ્થિતિઓ શામેલ છે: શૂન્ય અને એક, હા અથવા ના, કાળો અથવા સફેદ, સમૂહ અથવા ખાલી જગ્યા. આથી કોડનું બાઇનર તરીકે ટ્રાન્સમિશન તમામ ETI ને સમજી શકાય તેવું હશે અને તે BITG સંદેશનો આધાર છે.
વર્ષોથી માણસોએ બાહ્ય અવકાશમાં ઘણા સંદેશાઓ મોકલ્યા છે જે એલિયન્સ માટે છે, જેમાં નાસાના વોયેજર પ્રોબ પર ભૌતિક ગોલ્ડન રેકોર્ડ્સ પણ સામેલ છે. જો કે, આમાંના મોટાભાગના પ્રયાસો વિવાદમાં ફસાયા હતા. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આકાશગંગામાં પૃથ્વીની સ્થિતિનું પ્રસારણ આપણા વિશ્વને સંભવિત પ્રતિકૂળ પ્રજાતિઓથી જોખમને આમંત્રિત કરી શકે છે. જિઆંગ અને તેના સાથીદારો આ જોખમને સ્વીકારે છે, પરંતુ તે કહીને તેનો સામનો કરે છે કે BITG સંદેશને સમજવામાં સક્ષમ કોઈપણ એલિયન્સ આક્રમક વિજેતા નહી હોય.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)