આ દેશમાં સેક્સ વર્કરોએ એક સપ્તાહ માટે કામ અટકાવી દીધું, કહ્યું- પહેલા કોરોના રસી આપો...
ધરણા પર બેઠેલી અન્ય એક મહિલાના કહેવા પ્રમાણે તેઓ પ્રાથમિક જૂથનો હિસ્સો છે કારણ કે, તેઓ દરરોજ અલગ અલગ લોકોને મળે છે અને પોતાનો જીવ જોખમમાં મુકે છે.
કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. વિશ્વભરમાં અનેક દેશોમાં રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ત્યારે આફ્રિકામાં સેક્સ વર્કર્સે ધરણા પ્રદર્શન અને હડતાળ શરૂ કરી દીધી છે. તેમની માગ છે કે કોરોના વાયરસની રસીની પ્રાથમિકતાની યાદીમાં તેમને પણ સામેલ કરવામાં આવે.
કોરોના રસી આપવાના ક્રમમાં અનેક દેશોએ પ્રાથમિકતા નક્કી કરી રાખી છે. એજ આધારે રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્ય છે. તાઈપે ટાઈમ્સના એક અહેવાલ અનુસાર બ્રાઝીલના દક્ષિણપૂર્વ શહેર બેલો હેરિજોન્ટમાં સેક્સ વર્કર્સ એક સપ્તાહના ધરણા પ્રદર્શન પર બેઠી છે. આ સેક્સ વર્કર્સની માગ છે કે કોકરોના વાયરસ રસીની પ્રાથમિકતા યાદીમાં તેમને પણ સામેલ કરવામાં આવ્યે અને રસી આપવામાં આવે.
રિપોર્ટ અનુસાર, જિસ બેલો હેરિજોટ શહેરમાં આ પ્રદર્શન ચાલી રહ્યું છે, એ જ શહેરમાં કોરોના મહામારીને જોતા હોટલ બંધ કરવામાં આવી હતી અને તેમને ભાડા પર રૂમ લેવા પડ્યા હતા. મિનાસ ગેરેસ રાજ્ય સંઘના અધ્યક્ષ સીડા વિએરાએ કહ્યું કે, અમે ફ્રન્ટલાઈનમાં ઉભા છીએ, અમે પણ ફ્રન્ટલાઈન વર્કર્સ છીએ.
વિએરા પોતાની સાથી મહિલાઓ સાથે ધરણા પ્રદર્શન કરતી જોવા મળી હતી. ધરણા પર બેઠેલી અન્ય એક મહિલાના કહેવા પ્રમાણે તેઓ પ્રાથમિક જૂથનો હિસ્સો છે કારણ કે, તેઓ દરરોજ અલગ અલગ લોકોને મળે છે અને પોતાનો જીવ જોખમમાં મુકે છે.
અન્ય એક સેક્સ વર્કરના કહેવા પ્રમાણે સરકારે પહેલેથી જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, શિક્ષકો, વડીલો અને પહેલેથી બીમાર હોય તેવા લોકોને વેક્સિનની પ્રાથમિકતાવાળા જૂથમાં સામેલ કરેલા છે માટે તેઓ પણ તેમાં સામેલ થવા ઈચ્છે છે.
કોરોનાની બીજી લહેરની વચ્ચે કોરોના વાયરસના આ નવા 3 લક્ષણો અવગણ્યા તો મર્યા સમજો !
વકરતા કોરોના વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે આ જગ્યાએ પણ અપાશે કોરોનાની રસી