શોધખોળ કરો

વકરતા કોરોના વચ્ચે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, હવે આ જગ્યાએ પણ અપાશે કોરોનાની રસી

સરકારી કે પ્રાઈવેટ ઓફિસની નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલની ટીમ આ કામ કરશે.

દેશમાં એક તરફ કોરોના બેકાબૂ બની રહ્યો છે તો બીજી તરફ સરકાર યુદ્ધના ધોરણે રસીકરણ પર કામ કરી રહી છે. ત્યારે કોરોના રસીકરણને લઇને કેદ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રસીકરણના વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોની અંદર પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ પણ સરકારી અને પ્રાઇવેટ ઓફિસમાં 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોની સંખ્યા 100 કે તેથી વધારે હશે તો ત્યાં ઓફિસમાં જ રસીકરણ કેન્દ્ર ઉભું કરાશે અને રસીકરણ કરાશે.

સરકારી કે પ્રાઈવેટ ઓફિસની નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલની ટીમ આ કામ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી 11 એપ્રિલથી આ અભિયાન લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં આ માટેના દિશા નિર્દેશોની યાદી પણ સામેલ છે. જો 100 લાભાર્થીઓ હશે તો જ જે તે ઓફિસની અંદર રસીકરણ કરવામાં આવશે. એટલે કે જે તે ઓફિસમાં 45 વર્ષ કરતા મોટી ઉંમરના 100 જેટલા લોકો કામ કરતા હોવા જોઇએ.

સાથે જ એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કર્મચારીઓના પરિવાર અને બહારના કોઇ વ્યક્તિને આવા કેન્દ્ર પર રસી આપવામાં આવશે નહીં. જિલ્લા અધિકારીઓ અને નગર નિગમના પ્રમુખોની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સ આવા રસી કેન્દ્રને મંજૂરી આપશે.

ગુજરાતમાં વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget