શોધખોળ કરો

China Corona: ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ ચીનમાં અફરાતફરી, અનેક સ્થળોએ થયો કોરોના વિસ્ફોટ, સ્કૂલો બંધ

ચીનના સૌથી મોટા શાંઘાઈ શહેરની સ્કૂલોમાં હવે ઓનલાઈન ક્લાસ ચલાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે

ચીનમાં ફરી એકવાર કોરોનાએ ચારેય તરફ અફરાતફરીનો માહોલ ફેલાવી દીધો છે. રાજધાની બિજિંગ સહિત ચીનના અનેક રાજ્યોમાં કોરોના વિસ્ફોટ થયો છે.  ચીનના સૌથી મોટા શાંઘાઈ શહેરની સ્કૂલોમાં હવે ઓનલાઈન ક્લાસ ચલાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તો સાથે જ નર્સરી અને ચાઈલ્ડ કેયર સેન્ટરને પણ આવતીકાલથી બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

 ચીનની ઝીરો કોવિડ પોલિસીનો તેના જ દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જેને લઈને ચીનની સરકારે પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટ આપી હતી.  જો કે ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ ચીનમાં કોરોના ફરીથી બેકાબૂ થયો છે.  એક રિપોર્ટ અનુસાર કોરોનાના દર્દીઓને સારવાર માટે શહેરમાં બે લાખ 30 હજારથી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. વધુ પડતા શિક્ષકો અને કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

આઈએચએમઈ અનુસાર ચીનમાં કોરોનાના પ્રતિબંધો હટાવવાથી 2023માં કોરોનાના કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવી શકે છે. આગામી દિવસોમાં કોરોનાથી ચીનમાં દસ લાખથી વધુના મોત થઈ શકે છે. એટલુ જ નહી સ્થિતિ એ હદે વણસી છે કે બિજિંગમાં કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરવા કોઈ મળતુ નથી.  ફ્યુનરલ હોમ્સને આ કામગીરી કરવામાં ફાંફા પડી રહ્યાં છે. ફ્યુનરલ હોમ્સના હજારો કર્મચારીઓ અને ડ્રાઈવરો કોરોના સંક્રમિત થતા મૃતદેહોને લાવવા અને અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ માણસ મળતુ નથી. 140 કરોડથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં સરકારે તબીબો અને નર્સોને એવી સૂચના આપી છે કે જો વ્યક્તિમાં કોરોનાના સામાન્ય લક્ષણો હોય તો તેમને ઘરમાં જ ક્વોરેન્ટાઈન કરીને સારવાર આપવી.

ચીનની 'ઝીરો કોવિડ પોલિસી' વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા. આ કારણે સરકારે પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપી હતી ત્યારથી ચીનમાં ફરી કોરોના બેકાબૂ બની ગયો છે.

બીબીસીના અહેવાલ મુજબ, ચીનમાં કોરોનાના કેસમાં ફરી વધારો થતા જિનપિંગ વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. દેશમાં કોરોનાની ટેસ્ટિંગ અને રિપોર્ટ સિસ્ટમમાં થયેલા નોંધપાત્ર ફેરફારને કારણે હવે એ જાણવું મુશ્કેલ થઈ ગયું છે કે વાયરસ કેટલો ઘાતક બની ગયો છે.

શાંઘાઈ શહેરના એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સારવાર માટે શહેરમાં બે લાખ 30 હજાર (23,0000) વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોટાભાગના શિક્ષકો અને સ્ટાફને કોરોના થયો છે.

 મોટી સંખ્યામાં લોકો ઘરમાં આઇસોલેટ છે

સરકારના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન કોરોના વાયરસનો સામનો કરવા અને તેને રોકવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વધુ સારા પગલાં લેવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીનની ઝીરો કોવિડ નીતિમાં સુધારા પછી કોરોનાના કેસોમાં વિસ્ફોટ થયો છે. કોરોનાના કેસમાં વધારો થવાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘરે એકલા પડી ગયા છે. તેની સારવાર ઘરે જ થઈ રહી છે.

ચીનમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થવાની સંભાવના

અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન (IHME)ના નવા અંદાજ  મુજબ, ચીનમાં કોરોના પ્રતિબંધો હટાવવાને કારણે વર્ષ 2023 સુધીમાં કોરોનાના કેસોમાં તેજી આવી શકે છે. આગામી દિવસોમાં કોરોનાને કારણે 10 લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. સંસ્થાએ કહ્યું કે ચીનમાં કોરોના કેસ 1 એપ્રિલ, 2023ની આસપાસ ટોચ પર આવશે, જ્યારે મૃત્યુ 322,000 સુધી પહોંચી જશે.

ટોપ સ્ટોરી

વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
વિજયાદશમી 2026: ભારત જ નહીં, આ 5 દેશોમાં પણ થાય છે રાવણ દહન! વિદેશમાં કેવી રીતે ઉજવાય છે દશેરા?
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
Embed widget