Most Expensive Cities: દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદીમાં ગુજરાતના આ શહેરની પણ એન્ટ્રી, જુઓ યાદી
'વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે'ના રિપોર્ટ અનુસાર સિંગાપોર અને ન્યૂયોર્ક સંયુક્ત રીતે સૌથી મોંઘા શહેરોમાં ટોચ પર છે.
World's Most Expensive Cities: દુનિયાના સૌથી મોંઘા અને સસ્તા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ન્યુયોર્ક અને સિંગાપોર જેવા શહેરો કે જેની ચકાચોંધ આખી દુનિયાને આકર્ષે છે તેમનો શમાવેશ કરવામાં આવ્યો છે. આ શહેરોની સુંદરતા જોવા આખા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓનો જમાવડો રહે છે. સૌથી મોંઘા શહેરોમાં આ બંને શહેરો પહેલા ક્રમે છે. વિશ્વના સૌથી મોંઘા શહેરોની આ યાદીમાં ટોપ 100માં ભારતનું એકેય શહેર શામેલ નથી.
'વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વે'ના રિપોર્ટ અનુસાર સિંગાપોર અને ન્યૂયોર્ક સંયુક્ત રીતે સૌથી મોંઘા શહેરોમાં ટોચ પર છે. આ વર્ષે વિશ્વના 172 મોટા શહેરોમાં રહેવાની સરેરાશ ખર્ચ 8.1 ટકા વધ્યો છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુક્રેનમાં યુદ્ધ અને સપ્લાય ચેન પર પણ કોવિડની અસર પડી છે. તો દનિયાના સૌથી મોંઘા શહેરોમાં ગુજરાતના અમદાવાદ, ચેન્નઈ અને બેંગલુરૂનો સમાવેશ થાય છે.
મોસ્કોના રેન્કિંગમાં મોટો ઉલટફેર
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને અને કોવિડના કારણે આ વર્ષે વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદીમાં મોટો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનાર તેલ અવીવ (ઈઝરાયેલની રાજધાની) શહેર આ વખતે ત્રીજા સ્થાને સરકી ગયું છે. રશિયાની રાજધાની મોસ્કો અને ઓસ્ટ્રેલિયન શહેર સેન્ટ પીટર્સબર્ગની રેન્કિંગમાં સૌથી મોટો ફેરફાર થયો છે. ભારે ફુગાવાના કારણે બંનેનું રેન્કિંગ અનુક્રમે 88 અને 70 પોઈન્ટ્સ વધ્યું છે.
વિશ્વના 10 સૌથી મોંઘા શહેરો
રેન્ક શહેર
1 ન્યુયોર્ક
1 સિંગાપોર
3 તેલ અવીવ
4 હોંગકોંગ
4 લોસ એન્જલસ
6 ઝુરિચ
7 જીનીવા
8 સાન ફ્રાન્સિસ્કો
9 પેરિસ
10 સિડની
10 કોપનહેગન
વિશ્વના 10 સૌથી સસ્તા શહેરો
રેન્ક શહેર
161 કોલંબો
161 બેંગલોર
161 અલ્જિયર્સ
164 ચેન્નાઈ
165 અમદાવાદ
116 અલ્માટી
167 કરાચી
168 તાશ્કંદ
169 ટ્યુનિસ
170 તેહરાન
171 ત્રિપોલી
172 દશાંશ
ટોપ 100માં કોઈ ભારતીય શહેર નથી
ટોપ 100માં ભારતનું કોઈ શહેર સામેલ નથી. જોકે 172 શહેરોની યાદીમાં ત્રણ ભારતીય શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે અન્યત્ર જોવા મળતા ભાવમાં થયેલા ભારે વધારાથી બચવાની વૃત્તિના કારણે એશિયન શહેરોમાં રહેવાના સરેરાશ ખર્ચ માત્ર 4.5% વધી છે. સરકારની નીતિઓ અને ચલણમાં થતા વધારા-ઘટાડાના કારણે જુદા જુદા દેશમાં જુદુ જુદુ મુલ્યાંકન હોય છે.
યાદીમાં બેંગલુરુનું 161મું સ્થાન
172 સૌથી મોંઘા શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. ભારતીય શહેરો બેંગલુરુ 161મા, ચેન્નાઈ 164મા અને અમદાવાદ 165મા ક્રમે છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક રેન્કિંગમાં ટોક્યો અને ઓસાકા અનુક્રમે 24મા અને 33મા ક્રમે રહ્યાં ગયા છે. આ શહેરોના રેન્કિંગમાં ઘટાડા માટે ઓછા વ્યાજદરો જવાબદાર હતા.