Mahinda Rajapaksa Resigns: વિરોધ પ્રદર્શનો વચ્ચે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ રાજીનામું આપ્યું
શ્રીલંકામાં આર્થિક સંકટ અને વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલાં, તેમણે ટ્વીટ કર્યું હતું.
Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક સંકટ અને વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા પહેલાં, તેમણે ટ્વીટ કર્યું હતું કે, "શ્રીલંકામાં લાગણીઓની ભરતી વધી રહી છે, હું સામાન્ય લોકોને સંયમ રાખવાની અપીલ કરું છું અને યાદ રાખવાની અપિલ કરું છું કે હિંસા કરવાથી માત્ર હિંસા ફેલાશે. આર્થિક કટોકટીમાં, આપણે આર્થિક સમાધાનની જરૂર છે, જેનો ઉકેલ લાવવા માટે આ વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.
રાજપક્ષેનું નિવેદન દેશમાં હિંસાની ઘટનાઓ વચ્ચે આવ્યું છે. આ હિંસાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા છે. મહિન્દા રાજપક્ષેના સમર્થકોએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પાસે એકઠા થયેલા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે રાજધાનીમાં કર્ફ્યુ લાગુ કરવું પડ્યું હતું.
મહિન્દાના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર પર દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરવા માટે વચગાળાના વહીવટી તંત્રની રચના કરવાનું દબાણ છે. મહિન્દા રાજપક્ષે (76) તેમના પોતાની શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પક્ષના નેતાઓ દ્વારા રાજીનામું આપવા દબાણ કરવામાં આવ્યું હતું. તેઓ આ દબાણ સામે સમર્થન એકત્ર કરી રહ્યો હતા.
રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ શુક્રવારે રાત્રે દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જાહેરાત કરી હતી. રાજપક્ષેએ પણ 1 એપ્રિલે તેમના ખાનગી નિવાસસ્થાનની બહાર થયેલા ભારે વિરોધ પ્રદર્શન બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. જોકે, તે 5 એપ્રિલે કટોકટીને પાછી ખેંચી લેવામાં આવી હતી.