Sri Lanka: 36 કલાકનો કર્ફ્યુ લાગુ કર્યા બાદ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કર્યા
Sri Lanka Economic Crisis: શ્રીલંકાની સરકારે રવિવાર 3 એપ્રિલ, 2022ના રોજ મધ્યરાત્રિ પછી ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કર્યા.
Colombo : શ્રીલંકાની સરકારે રવિવાર, 3 એપ્રિલ, 2022ના રોજ મધ્યરાત્રિ પછી ટ્વિટર, ફેસબુક, વ્હોટ્સએપ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કર્યા, સાયબર સુરક્ષા અને ઈન્ટરનેટની ગવર્નન્સ સાથે કામ કરતી સર્વેલન્સ સંસ્થા નેટબ્લોકસે આ સમાચારની પુષ્ટિ કરી છે.
નેટબ્લોક્સ દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે સરકારે આર્થિક સંકટ પર વ્યાપક વિરોધનો સામનો કરવા માટે 36 કલાકનો કર્ફ્યુ લાદીને કટોકટીની સ્થિતિ જાહેર કર્યા પછી આ ઘટના બની હતી. ટાપુ રાષ્ટ્ર શ્રીલંકામાં સૌથી ખરાબ આર્થિક કટોકટી પર આયોજિત સરકાર વિરોધી રેલી પહેલા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
⚠️ Confirmed: Real-time network data show Sri Lanka has imposed a nationwide social media blackout, restricting access to platforms including Twitter, Facebook, WhatsApp, YouTube, and Instagram as emergency is declared amid widespread protests.
— NetBlocks (@netblocks) April 2, 2022
📰 Report: https://t.co/XGvXEFIqom pic.twitter.com/KEpzYfGKjV
નેટબ્લોકસે સમગ્ર શ્રીલંકામાં 100 થી વધુ વેન્ટેજ પોઈન્ટ્સમાંથી રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કર્યો અને જાણ્યું કે કેટલાક સેવા પ્રદાતાઓ પર પ્રતિબંધો મધ્યરાત્રિથી અમલમાં આવ્યા હતા. નેટબ્લોક્સના અહેવાલ મુજબ, મેટ્રિક્સે સમગ્ર દેશમાં સેવાની અનુપલબ્ધતાનાઅહેવાલોની પુષ્ટિ કરી છે, જે દર્શાવે છે કે શ્રીલંકામાં ડાયલોગ, શ્રીલંકા ટેલિકોમ, મોબિટેલ, હચ સહિત તમામ મોટા નેટવર્ક ઓપરેટરો નિયંત્રણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, વ્હોટ્સએપ, વાઇબર, ટેલિગ્રામ અને ફેસબુક મેસેન્જર એ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ સંપૂર્ણ અથવા આંશિક રીતે પ્રભાવિત છે.