Stampede In Nigeria: નાઈજીરિયામાં ચર્ચના કાર્યક્રમ દરમિયાન નાસભાગ, બાળકો સહિત 31 લોકોના મોત
Stampede At Church Event in Nigeria: આ ઘટના શનિવારની વહેલી સવારે બની હતી જ્યારે સેંકડો લોકો જેઓ ચર્ચમાં ભોજન લેવા પહોંચ્યા હતા તેઓએ એક ગેટ તોડી નાખ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
Stampede At Church Event in Nigeria: નાઈજીરિયાના એક શહેરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. દક્ષિણ-પૂર્વ નાઇજિરિયન શહેર પોર્ટ હાર્કોર્ટમાં શનિવારે એક ચર્ચ કાર્યક્રમમાં નાસભાગ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા અને સાત અન્ય ઘાયલ થયા. CNNએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓને ટાંકીને માહિતી આપી.
શનિવારે સવારે ઘટી ઘટના
આ ઘટના શનિવારની વહેલી સવારે બની હતી જ્યારે સેંકડો લોકો જેઓ ચર્ચમાં ભોજન લેવા પહોંચ્યા હતા તેઓએ એક ગેટ તોડી નાખ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. નાઈજીરીયાના સિવિલ ડિફેન્સ કોર્પ્સના પ્રાદેશિક પ્રવક્તા ઓલુફેમી અયોડેલના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ ઘટના સ્થાનિક પોલો ક્લબમાં બની હતી, જ્યાં નજીકના કિંગ્સ એસેમ્બલી ચર્ચે ગિફ્ટ ડોનેશન કેમ્પેઈનનું આયોજન કર્યું હતું. ત્યાં ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાનહાનિમાં મોટા ભાગના બાળકો હતા
ઓલુફેમી આયોડેલે કહ્યું, 'ગિફ્ટ આઈટમ્સનું વિતરણ કરવાની પ્રક્રિયા દરમિયાન ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી.જાનહાનિમાં મોટા ભાગના બાળકો હતા. CNNએ રાજ્ય પોલીસના પ્રવક્તા ગ્રેસ વોએન્ગીકુરો ઇરિંજ-કોકોને ટાંકીને જણાવ્યું હતું કે જ્યારે નાસભાગ મચી ત્યારે અભિયાન શરૂ પણ થયું ન હતું.
ટોળું બળજબરીથી કાર્યક્રમ સ્થળમાં ઘુસ્યું
વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ જણાવ્યું હતું કે ગેટ બંધ હોવા છતાં ભીડ બળજબરીથી કાર્યક્રમ સ્થળમાં પ્રવેશી હતી, જેના પરિણામે અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે 31 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઘટના બાદ સાત ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.