Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
રાજ્યમાં માવઠા બાદ શાકભાજીની આવક ઘટતા ભાવ ભડકે બળી રહ્યા છે. દિવાળીના પહેલા અને પછીની સરખામણી કરીએ તો દરેક શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. મોટાભાગના શાકભાજીનો પાક પલળી જતા આવકમાં ઘટાડો થયો. વેપારીઓના મતે સતત વરસાદના કારણે તૈયાર પાક પલળી ગયો. જેના કારણે ખેડૂતને વ્યાપક નુકસાન થયું. હાલ તો મોટાભાગના શાકભાજીના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે પાક ખરાબ થઈ જતાં શાકભાજીના ભાવ વધ્યા છે. શાકભાજી વિક્રેતાએ કહ્યું હતું કે, હજુ 15 દિવસ સુધી આવા ભાવ રહેવાની શક્યતા છે.



















