શોધખોળ કરો

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાને લઇને હામિદ કરજઇ, ડૉ.અબ્દુલ્લાને મળ્યા તાલિબાની નેતાઓ

નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં કાબુલ પર તાલિબાનના કબજા વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. હવે મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની કબજા બાદ આગામી સરકાર રચવાને લઇને તાલિબાની નેતા અનસ હક્કાનીએ આજે કાબુલમાં પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, હાઇ પીસ કાઉન્સિલના ચેરમેન ડો અબ્દુલ્લા અને પૂર્વ મુઝાહિદ્દીન નેતા ગુલબદ્દીન હેકમતિયાર સાથે બેઠક કરી હતી. નોંધનીય છે કે છેલ્લા દિવસોમાં કાબુલ પર તાલિબાનના કબજા વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા છે. હવે મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ બની શકે છે. બરાદર તાલિબાનના રાજકીય વિંગના વડા છે.

નોંધનીય છે કે 3 દિવસ અગાઉ એબીપી ન્યૂઝે અહેવાલ બતાવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઇ, હાઇ પીસ કાઉન્સિલના ચેરમેન ડો અબ્દુલ્લા અને પૂર્વ મુઝાહિદ્દીન નેતા ગુલબદ્દીન હેકમતિયાર કાબુલ પહોંચી રહ્યા છે અને તાલિબાની નેતાઓ સાથે વાતચીત કરશે. ગઇકાલે સમાચાર આવ્યા કે તાલિબાની નેતા હાલમાં કાબુલ આવી રહ્યા નથી અને ગુલબદીન હેકમતિયારે જાહેરાત કરી હતી કે ત્રણેય નેતાઓ દોહા જઇને તાલિબાની નેતૃત્વ સાથે મુલાકાત કરશે પરંતુ યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો અને તાલિબાની નેતા મુલ્લા બરાદર અફઘાનિસ્તાન પહોંચ્યા અને તેમણે અનસ હક્કાનીના આ ત્રણેય નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

અફઘાનિસ્તાન સરકારના સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે, આ ત્રણેય નેતાઓ તાલિબાની નેતૃત્વને સમજાવશે કે અફઘાનિસ્તાનમાં તમામ પક્ષોને સાથે  લઇને વ્યાપક સરકાર બનાવવી જોઇએ. જેનાથી તાલિબાની નેતૃત્વ ધરાવતી સરકારને ઇન્ટરનેશનલ માન્યતા પણ મળી શકે. તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે મંગળવારે કહ્યું હતું કે, અમે એવી સરકાર ઇચ્છીએ છીએ જેમાં તમામ પક્ષ સામેલ હોય.

અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના કબજા બાદ હજારો લોકો દેશ છોડીને ભાગવામાં લાગ્યા છે. તેઓને 20 વર્ષ અગાઉના તાલિબાનના આતંકનો ડર છે. જોકે, તાલિબાનનું કહેવું છે કે મહિલાઓને ઇસ્લામી કાયદાઓ હેઠળ અધિકાર આપવામાં આવશે. તાલિબાની પ્રવક્તાએ કહ્યું હતું કે અમે અમારા દુશ્મનોને નિશાન બનાવીશું નહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget