શોધખોળ કરો

Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધનો આવશે અંત! જાણો તુર્કીમાં યોજાયેલી બેઠકનું શું આવ્યું પરિણામ

Ukraine Russia War: છેલ્લા એક મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમા હજારો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ બન્ને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ છે.

Ukraine Russia War:  છેલ્લા એક મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેમા હજારો નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ બન્ને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ છે. હવે આ કડીમાં મંગળવારના રોજ રશિયા અને યુક્રેન વચ્ચે તુર્કીમાં મંત્રણા થઈ હતી. તુર્કીના ઈસ્તાંબુલમાં બંને દેશો વચ્ચે 3 કલાક સુધી વાતચીત ચાલી હતી. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સમજૂતી થવાની આશા છે. 

રશિયન પ્રતિનિધિમંડળનું કહેવું છે કે વાતચીત સકારાત્મક રહી છે. બંને દેશો વચ્ચે આગામી બે સપ્તાહ સુધી વાતચીત ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે રશિયા ઈચ્છે છે કે યુક્રેન નાટોમાં સામેલ ન થાય અને ડોનબાસ વિસ્તારને સ્વતંત્ર જાહેર કરવામાં આવે. રશિયાની આ માંગણીઓ યુક્રેને સ્વીકારી લીધી છે તે લગભગ નિશ્ચિત છે. બીજી તરફ યુક્રેને 8 દેશો પાસેથી સુરક્ષા ગેરંટી માંગી છે.

રશિયા-યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરાવવા ભારત મધ્યસ્થી કરશે?

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 34મો દિવસ છે અને આજે પણ યુદ્ધ ચાલુ છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા માટે પણ પ્રયાસો ચાલુ છે. યુનાઇટેડ નેશન્સ પણ યુદ્ધને સમાપ્ત કરવા માટે તેના તરફથી પ્રયાસ કરી રહ્યું છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સોમવારે કહ્યું હતું કે, તેઓ યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવાના મધ્યસ્થી પ્રયાસો માટે ભારત, તુર્કી, ચીન અને ઇઝરાયેલ સહિતના અન્ય દેશો સાથે સંપર્કમાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી (યુદ્ધ) શરૂ કરી હતી. ગુટેરેસે પત્રકારોને જણાવ્યું હતું કે, હું એવા ઘણા દેશો સાથે નજીકના સંપર્કમાં છું જે રાજકીય ઉકેલ માટે મધ્યસ્થતાના વિવિધ રસ્તા શોધવા માટે બંને પક્ષોના ઉચ્ચ સ્તરે વાત કરી રહ્યા છે.

યુએન ચીફ ભારત સહિત ઘણા દેશોના સંપર્કમાં

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વધુમાં કહ્યું કે, હું મારા તુર્કીના મિત્રો સાથે ખૂબ જ નજીકના સંપર્કમાં છું. એ જ રીતે, હું ભારત તેમજ કતાર, ઈઝરાયેલ, ચીન અને ફ્રાન્સ અને જર્મની સાથે પણ સંપર્કમાં રહ્યો છું. હું માનું છું કે આ તમામ પ્રયાસો આ યુદ્ધને સમાપ્ત કરવા માટેની પરિસ્થિતિ બનાવવા માટે જરૂરી છે. જ્યારે ગુટેરેસેને પૂછવામાં આવ્યું કે, શું તે બધા દેશો તેમના પ્રયાસને સમર્થન આપી રહ્યા છે, તો એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે મને એવી આશા છે. નોંધનીય છે કે, ગયા અઠવાડિયે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ યુએન હેડક્વાર્ટર ખાતે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને યુક્રેન, અફઘાનિસ્તાન અને મ્યાનમારની સ્થિતિ પર ચર્ચા કરી હતી. 

24 ફેબ્રુઆરીથી યુક્રેનમાં હુમલાઓ ચાલુ

તમને જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીથી રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરોમાં સતત હુમલાઓ કરી રહ્યા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. લાખો લોકોનું સ્થળાંતર થયું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ઘણા વિસ્તારોમાં લોકો ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget