સમુદ્રની વચ્ચે પક્ષીઓને માછલી ખવડાવી રહ્યો હતો આ શખ્સ, અચાનક દરિયામાંથી કંઇક આવું નીકળ્યું અને બની આવી ઘટના
સમુદ્રની વચ્ચે બોટ પર ઉભો-ઉભો પક્ષીઓને માછલી ખવડાવી રહ્યો હતી આ વ્યક્તિ. અચાનક સમુદ્રમાંથી કંઇક એવું બહાર આવ્યું કે,ચોંકી ગયો આ શખ્સ. જુઓ વીડિયો.
સોશિયલ મીડિયા પર આ એક વીડિયો હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ પક્ષીઓને માછલી ખવડાવી રહ્યો છે. તે બોટમાં લાગેલા કેન્ટેનરમાંથી માછલી લઇને પક્ષીઓને ખવડાવી રહ્યો છે. જો કે આ દરમિયાન સમુદ્રમાથી કંઇક એવું નીકળું કે જોઇને તે સ્તબ્ધ થઇ ગયો.
આ વીડિયો ટવિટ પર પત્રકાર ટોમ બડલે શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ બોટમાં લાગેલા કન્ટેનરમાંથી માછલીઓ કાઢીને સાગર પંખીને ખવડાવી રહ્યો છે. તે સાગર પર ઉડતા પક્ષીઓના મોમાં માછલીઓ મૂકે છે. પક્ષી પણ માછલી ખાવાની મજા લેતા જોવા મળે છે. આ સમય દરમિયાન અચાનક સી લાયન સમુદ્રમાંથી નીકળે છે અને તેને જોઇને બધા જ ચોંકી જાય છે. સી લાયનના મોંમાં પણ આ શખ્સ માછલી મૂકે છે અને ત્યારબાદ સી લાયન કેન્ટેનર પર ચઢી જાય છે અને કન્ટેરની બધી માછલી ચાઉં કરી જાય છે. ત્યારબાદ સમુદ્રમાં જતી રહે છે.
🐟 An absolutely outstanding performance. Worth watching to the end. pic.twitter.com/784GSCJUvh
— Tom Boadle (@TomBoadle) March 18, 2021
આ વીડિયોને અત્યાર સુધીમાં 90 લાખ લોકો જોઇ ચૂક્યા છે. વીડિયો શેર કરવાની સાથે ઇન્ટરેસ્ટિંગ કેપ્શન પણ આપવામાં આવ્યું છે. તેમાં લખ્યું કે, ‘આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ એન્ડ સુધી જોવાથી પૂરી કિંમત વસૂલ’ એક યુઝરે લખ્યું ‘જુઓ કેટલી ભૂખ છે આ સમુદ્રી શેરમાં’ એક યુઝર્સે લખ્યું “આ વીડિયોએ મારો દિવસ સુધારી દીધો” વીડિયોને યુઝર્સ ખૂબ લાઇક્સ અને શેર કરી રહ્યાં છે.