શોધખોળ કરો
Advertisement
લોકડાઉન: ઉપર રહેતાં યુવકે બારીમાંથી નીચે રહેતી યુવતીના ગ્લાસમાં રેડ્યું વાઈન? જાણો કેમ
કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર ક્વોરેન્ટાઈન લવ સ્ટોરી સામે આવી રહી છે.
કોરોના વાયરસને કારણે સમગ્ર દુનિયાના કેટલાય દેશોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર ક્વોરેન્ટાઈન લવ સ્ટોરી સામે આવી રહી છે. સૌથી પહેલાં ડ્રોનવાળા શખ્સની લવસ્ટોરી સામે આવી હતી. ત્યાર બાદ હવે એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવક પોતાના ઘરની બારીમાંથી નીચેના ફ્લોર પર રહેલી યુવતીના ગ્લાસમાં વાઈન રેડી રહ્યો છે તે આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
હકીકતમાં આ યુવતી આરોગ્ય કર્મચારીઓનો આભાર માનવા માટે વાસણો ખખડાવી રહી હતી પરંતુ તેના ઉપરના માળે રહેતા વ્યક્તિએ તેને સાંભળી લીધી હતી અને તેણે મહિલાને વાઈન ઓફર કરી હતી. ટ્વિટર યુઝરે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, મેં તેને હાથમાં વાઈન ગ્લાસ લઈને ઉભા રહેવાનું કહ્યું હતું અને પછી મેં તેના ગ્લાસમાં વાઈન ભર્યો હતો.
આ ઘટનાને બંનેના ઘરની નજીક રહેતા કોઈએ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને 30 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવ્યો છે. આ સાથે જ 3 હજારથી વધુ લોકોએ ટ્વીટ કર્યો છે તો કેટલાક લોકોએ આ વીડિયો પર લવસ્ટોરી શરૂ તેવી ફની કોમન્ટ્સ પણ કરી હતી.Met the girl downstairs tonight banging pots out the window for healthcare workers. Told her to hold out her wine glass. Bystanders saw. pic.twitter.com/mWh65D0qza
— Phillip Kirkland (@philsince87) April 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement