શોધખોળ કરો
દુનિયાભરમાં આજે કોરોના સંક્રમિતોની સંખ્યા થઈ શકે છે 1 કરોડને પાર
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,747,756 પર પહોંચી ગઈ છે. 492552 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,747,756 પર પહોંચી ગઈ છે. 492552 લોકોના મોત થયા છે. વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં 2,505909, બ્રાઝીલમાં 1,233,147, રશિયામાં 620794, યૂકેમાં 307980, સ્પેનમાં 294566, ઈટલીમાં 239706 કેસ સામે આવ્યા છે. અમેરિકામાં 126,823, બ્રાઝીલમાં 55054, રશિયામાં 8781, યૂકેમાં 43,230, સ્પેનમાં 28,330, ઈટલીમાં 34,678 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ 4 લાખ 90 હજાર 401 થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 189463 છે. અત્યાર સુધીમાં કોરોના સામે 285636 લોકોએ જંગ જીતી લીધી છે. આ એ દર્દીઓ છે જે હવે સંપૂર્ણ સ્વસ્થ થયાછે. 15301 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 175 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે રાજ્યમાં 5024 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. 175 ડેથ કેસમાં 91 લોકોના મોત છેલ્લા 48 કલાકમા થયા છે. જ્યારે 84 લોકોના મોત પહેલા થયા હતા પરંતુ તેને આજે રેકોર્ડ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 65829 છે. રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે દિલ્હીમાં 63 લોકોના મોત થયા છે જ્યારે 3460 નવા કેસ સામે આવ્યા છે. હવે દિલ્હીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 77,240 થઈ ગઈ છે. જેમાં 47091 લોકો રિકવર થયા છે. રાજધાની દિલ્હીમાં 27,657 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 2492 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં કોરોના વાયરસના નવા 364 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 16660 પર પહોંચી છે. કોરોના વાયરસના કારણે કુલ 380 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 3218 છે. ગુજરાતમાં 24 કલાકમાં 580 નવા કેસ સામે આવ્યા છે. 18 લોકોના મોત થા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર પહોચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22038 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હાલ 6348 એક્ટિવ કેસ છે. જ્યારે મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે.
વધુ વાંચો




















