વિદેશી ફિલ્મો પર ટ્રમ્પની ટેરિફ સ્ટ્રાઇક, અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર લગાવ્યો 100 ટકા ટેરિફ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યો છે.

અમેરિકન ફિલ્મ ઉદ્યોગને ફરીથી વેગ આપવાના હેતુથી એક મોટો નિર્ણય લેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) ને અમેરિકાની બહાર બનેલી બધી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવાની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ટ્રમ્પે અન્ય દેશોની ટીકા કરી હતી જેઓ અમેરિકન સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને વિદેશમાં આકર્ષિત કરવા અને આકર્ષક પ્રોત્સાહનો ઓફર કરે છે અને પરિસ્થિતિને આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા બંને માટે ખતરો ગણાવી હતી.
'નવા ટેરિફનો હેતુ...'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યો છે. આ અન્ય દેશો દ્વારા કરવામાં આવેલો સંયુક્ત પ્રયાસ છે અને તેથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આ એક સંદેશ અને પ્રોપેગ્રેન્ડા છે."
ટ્રમ્પે સ્થાનિક ફિલ્મ નિર્માણમાં પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, "અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી અમેરિકામાં બને." નવા ટેરિફનો હેતુ રમતના ક્ષેત્રના લેવલ પર લાવવા અને સ્ટુડિયોને અમેરિકન ભૂમિ પર તેમના કાર્યો ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
અલ્કાટ્રાઝ જેલ ખોલવાની યોજના...
રવિવારે ટ્રમ્પે સાન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલ્કાટ્રાઝ જેલ ફરીથી ખોલવાની યોજનાનો પણ ખુલાસો કર્યો હતો. તેમણે ન્યાય વિભાગ, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યુરિટી સાથે સંકલનમાં બ્યુરો ઓફ પ્રિઝન્સને ઐતિહાસિક સુવિધાનું નવીનીકરણ અને વિસ્તરણ કરવાનો નિર્દેશ આપ્યો હોવાનું કહેવાય છે, જેમાં 1963માં બંધ થાય તે પહેલાં દેશના કેટલાક સૌથી કુખ્યાત ગુનેગારોને રાખવામાં આવ્યા હતા.
ટ્રમ્પે લખ્યું હતું કે "અલ્કાટ્રાઝનું પુનર્નિર્માણ કરો અને ઓપન કરો! જ્યારે અમેરિકા વધુ ગંભીર રાષ્ટ્ર હતું ત્યારે આપણે જાણતા હતા કે સૌથી ખતરનાક ગુનેગારોને કેવી રીતે અલગ કરવા. તેને પાછું લાવવાનો સમય આવી ગયો છે. નવું અલ્કાટ્રાઝ દેશના સૌથી હિંસક અને ખતરનાક ગુનેગારો માટે હાઇ સિક્યોરિટી સુવિધા તરીકે કામ કરશે.





















