શોધખોળ કરો

જંગલમાં દારૂ પાર્ટી કરીને ભૂલો પડ્યો આ શખ્સ, નશામાં પોલીસની સાથે મળીને ખુદને જ શોધતો રહ્યો

તુર્કીના ઉત્તર-પશ્ચિમ પ્રાંત બર્સાના ઈનગોલ શહેરમાં રહેતો બેહાન મટલૂ નામનો વ્યક્તિ જંગલમાં મિત્રો સાથે શરાબ પીતો હતો. આ દરમિયાન તે જંગલમાં ભૂલો પડ્યો.

દારૂના નશામાં માણસ ન કરવાનું કરતો હોય છે. તુર્કીના નેગલ શહેરમાં એક નશામાં ધૂત વ્યક્તિએ એવું કામ કર્યું કે જાણીને હસીને તમારા પેટમાં દુ: ખાવો થઈ જશે. નશામાં ધૂત વ્યક્તિએ પોલીસને કલાકો સુધી  પરેશાન કરી અને પોલીસને ખ્યાલ પણ નહોતો કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ માણસ કલાકો સુધી પોલીસ સાથે પોતાની શોધ કરતો રહ્યો.

પતિનો ફોન ન લાગતા પત્નીએ પોલીસને કરી જાણ

તુર્કીના ઉત્તર-પશ્ચિમ પ્રાંત બર્સાના ઈનગોલ શહેરમાં રહેતો બેહાન મટલૂ નામનો વ્યક્તિ જંગલમાં મિત્રો સાથે શરાબ પીતો હતો. આ દરમિયાન તે જંગલમાં ભૂલો પડ્યો. આ શખ્સની પત્ની તેનો સંપર્ક કરવાની કોશિશ કરતી હતી પરંતુ ફોન લાગતો નહોતો. થોડા કલાક બાદ તેની પત્નીએ પોલીસને જાણ કરી. જે બાદ પોલીસ તે વ્યક્તિને શોધવા લાગી.

પોલીસે જંગલમાં જઈ શરૂ કર્યું સર્ચ અભિયાન

આ વ્યક્તિની શોધ કરતી વખતે પોલીસ જંગલમાં પહોંચી. આ દરમિયાન બચાવકર્મીને કેટલાક લોકોનું એક ગ્રુપ મળ્યું. પોલીસે આ ગ્રુપમાં સામેલ લોકોની પૂછપરછ કરી. આ દરમિયાન આ ગ્રુપ પણ પોલીસની સાથે લાપતા વ્યક્તિની શોધમાં લાગી ગયું. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ જ્યારે આ વ્યક્તિને શોધતી હતી ત્યારે તે પણ આ ગ્રુપમાં સામેલ હતો અને ખુદને જ શોધતો હતો. પરંતુ હકીકતથી અજાણ પોલીસ હતી અને નશામાં ધુત વ્યક્તિને પણ ખબર નહોતી કે પોલીસ તેને જ શોધી રહી છે.

પોલીસે બુમ પાડીને પાસેથી જ અવાજ આવ્યો- હું અહીં છું

પોલીસે બેહામ મટલૂને શોધતી વખતે જેવી તેના નામની બૂમ પાડી કે બચાવકર્મીની સાથે ચાલી રહેલા શખ્સે કહ્યું હું અહીંયા છું. જે બાદ બધા ચોંકી ગયા. પોલીસકર્મી એકબીજાની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આટલીવારથી તે શું કરતો હતો. પરંતુ જયારે ખબર પડી કે નશામાં હતો ત્યારે પોલીસ અને બચાવકર્મી પણ હસી પડ્યા હતા.

જંગલમાં દારૂ પાર્ટી કરીને ભૂલો પડ્યો આ શખ્સ, નશામાં પોલીસની સાથે મળીને ખુદને જ શોધતો રહ્યો

આ પણ વાંચોઃ New Excise Policy:  દેશના આ રાજ્યમાં આવતીકાલથી દોઢ મહિનો બંધ રહેશે દારૂની દુકાનો, જાણો શું છે કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget