New Excise Policy: દેશના આ રાજ્યમાં આવતીકાલથી દોઢ મહિનો બંધ રહેશે દારૂની દુકાનો, જાણો શું છે કારણ
રાજધાની દિલ્હીમાં શરાબ અને બીયરનું સેવન કરતાં લોકોએ કાલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલ સરકારની નવી એકસાઇઝ પોલિસી અંતર્ગત એક ઓક્ટોબરથી ખાનગી શરાબની દુકોનો બંધ થઈ જશે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં શરાબ અને બીયરનું સેવન કરતાં લોકોએ કાલથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેજરીવાલ સરકારની નવી એકસાઇઝ પોલિસી અંતર્ગત એક ઓક્ટોબરથી ખાનગી શરાબની દુકોનો બંધ થઈ જશે. જોકે 17 નવેમ્બરથી દિલ્હીમા શરાબનું વેચાણ ફરીથી શરૂ થશે.
દોઢ મહિનો બંધ રહેશે શરાબની દુકાનો
કેજરીવાલ સરકારના આદેશ મુજબ એક ઓક્ટોબરથી 16 નવેમ્બર વચ્ચે ખાનગી શરાબની દુકાનો બંધ રહેશે. નવી એક્સાઇઝ પોલિસી યોગ્ય રીતે લાગુ કરી શકાય તે માટે આમ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી સરકારના આ ફેંસલા બાદ હવે ખાનગી શરાબની દુકાનો નવો સ્ટોક માંગી નથી રહી અને જૂનો સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે.
ડીએલએફ ગેલેરિયા મોલની 13 દુકાનો બંધ થશે
રાજધાની દિલ્હીના મયૂર વિહાર ફેઝ-1 સ્થિત ડીએલએફ ગેલેરિયા મોલમાં ખાનગી શરાબની 13 દુકાનો છે. જેમની પાસે એલ-10 લાયસન્સ છે. પરંતુ તેમના લાયસન્સ રિન્યૂ થઈ શક્યા નતી. તેમાંથી એક દુકાનમાં એકાઉન્ટ લખતાં કરુણ સક્સેનાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, અમ સામાન્ય દુકાનના માલિક છીએ. અમારી પાસે લાયસન્સ રિન્યૂ કરાવી શકાય તેટલા રૂપિયા નથી.
દિલ્હીમાં શું છે કોરોનાની સ્થિતિ
દિલ્હીમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14,38,821 પર પહોંચ્યો છે. હાલ રજ્યમાં 392 એક્ટિવ કેસ છે. રાજધાની દિલ્હીમાં 14,13,342 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 25,087 સંક્રમિતોના મોત થયા છે. જોકે છેલ્લા થોડા દિવસોથી અહીં કોરોના કેસની સંખ્યા ઘટી ગઈ છે.