શોધખોળ કરો

અમેરિકા-ઈરાન ટેન્શન વચ્ચે UAE નો મોટો નિર્ણય: 60 વર્ષ બાદ છોડ્યું OPEC, ભારત પર શું થશે અસર?

UAE એ 60 વર્ષ બાદ OPEC છોડ્યું; સંગઠનને ફટકો, જાણો ભારત અને ઓઇલ માર્કેટ પર તેની શું અસર થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UAE ઉત્પાદન વધારશે તો તેલના ભાવ ઘટી શકે, ભારતને ફાયદો.

UAE leaves OPEC 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે ટેન્શન અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક બહુ મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. 60 વર્ષ સુધી સાથે રહ્યા બાદ, UAE એ આર્થિક કારણો અને બદલાતા વૈશ્વિક ઉર્જા સમીકરણોને લીધે પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન (OPEC) અને OPEC+ માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વૈશ્વિક તેલ બજાર, સાઉદી અરેબિયા અને ખાસ કરીને ભારત જેવા મોટા આયાતકાર દેશો પર શું અસર પડશે, તે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

શા માટે UAE OPEC માંથી બહાર નીકળ્યું?

UAE લાંબા સમયથી OPEC પાસે પોતાનો ઉત્પાદન ક્વોટા વધારવાની માંગ કરી રહ્યું હતું, જેથી તે પોતાની તેલ ઉત્પાદન ક્ષમતા વધારી શકે. પરંતુ તેમાં કોઈ ઉકેલ ન આવતા છેવટે તેણે રશિયા સહિતના OPEC+ ગ્રુપમાંથી પણ બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, OPEC ની સ્થાપના 1960 માં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, વેનેઝુએલા અને કુવૈત દ્વારા કરવામાં આવી હતી, જેમાં UAE 7 વર્ષ પછી જોડાયું હતું. દુનિયાના ટોપ 10 ઓઇલ ઉત્પાદકોમાં સામેલ UAE વૈશ્વિક તેલ ઉત્પાદનમાં લગભગ 3% થી 4% હિસ્સો ધરાવે છે. આખું OPEC જૂથ દુનિયાના 36% તેલનું ઉત્પાદન કરે છે અને 80% ભંડાર પર નિયંત્રણ ધરાવે છે, તેથી UAE નું જવું એ સંગઠન માટે બહુ મોટો ફટકો છે.

OPEC અને સાઉદી અરેબિયા પર શું અસર થશે?

નિષ્ણાતોના મતે, આ પગલાથી OPEC એ પોતાની કુલ ઉત્પાદન ક્ષમતાનો લગભગ 15% હિસ્સો અને સંગઠનના સૌથી શિસ્તબદ્ધ સભ્યોમાંથી એક ગુમાવ્યો છે. આંકડા મુજબ, UAE વાર્ષિક આશરે 2.9 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે, જ્યારે OPEC નું નેતૃત્વ કરતું સાઉદી અરેબિયા લગભગ 9 મિલિયન બેરલ ઉત્પાદન કરે છે. હવે સાઉદી અરેબિયા માટે બાકીના સભ્યોને એકજૂટ રાખવા અને બજારનું સંતુલન જાળવવાનો બોજ એકલા હાથે ઉપાડવો ખૂબ જ મુશ્કેલ બની જશે. એવો ડર પણ સેવાઈ રહ્યો છે કે કદાચ અન્ય સભ્ય દેશો પણ આવનારા સમયમાં UAE ના પગલે ચાલી શકે છે.

ભારત અને ક્રૂડ ઓઇલના ભાવ પર શું અસર પડશે?

UAE ના આ નિર્ણયથી મધ્ય પૂર્વના દેશોના રાજકારણ અને વૈશ્વિક ઓઇલ માર્કેટમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટના વિવાદને લીધે પહેલેથી જ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જોકે, ભારત જેવા દેશો માટે આ નિર્ણય રાહત લાવશે કે નહીં તે કહેવું અત્યારે થોડું વહેલું ગણાશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, જો સંગઠનમાંથી બહાર નીકળીને UAE પોતાનું તેલ ઉત્પાદન વધારશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ઘટી શકે છે, જેનો સીધો ફાયદો ભારતને થશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત અને UAE ના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે અને એક મોટી વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણમ્યા છે. આજે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને વિદેશી સીધા રોકાણ (FDI) નો મુખ્ય સ્ત્રોત બની ચૂક્યો છે, જે ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Hike: ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે? સરકારે આપ્યો જવાબ

Frequently Asked Questions

UAE અને ભારત વચ્ચેના સંબંધો કેવા છે?

છેલ્લા કેટલાક વર્ષોમાં UAE અને ભારતના સંબંધો મજબૂત બન્યા છે. UAE હવે ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને FDI નો મુખ્ય સ્ત્રોત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget