શોધખોળ કરો

UAE ને મળશે પહેલું હિંદુ મંદિર, જાણો 27 એકરમાં બનેલા BAPS હિંદુ મંદિર વિશે તમામ વિગતો

BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા 14 ફેબ્રુઆરી 2024 ના રોજ કરવામાં આવશે.

BAPS Hindu Mandir: BAPS હિંદુ મંદિર, મધ્ય પૂર્વમાં પ્રથમ પરંપરાગત હિન્દુ પથ્થરનું મંદિર, અબુ ધાબીમાં 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે.

મંદિરના ઉદ્ઘાટનની અધ્યક્ષતા કરનાર આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ સોમવારે અબુધાબી પહોંચ્યા હતા.

BAPS હિંદુ મંદિરની સત્તાવાર અખબારી યાદી મુજબm એરપોર્ટ પર, મહંત સ્વામી મહારાજનું UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નહયાન મબારક અલ નાહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું,

મંત્રી શેખ નહયાન મબારકે કહ્યું કે, યુએઈમાં આપનું સ્વાગત છે. આપની હાજરીથી અમારું રાષ્ટ્ર ધન્ય છે. અમે આપની દયાથી પ્રભાવિત થયા છીએ અને અમે આપની પ્રાર્થના અનુભવીએ છીએ.' જવાબમાં મહંત સ્વામી મહારાજે ઉષ્માભર્યો જવાબ આપ્યો, 'અમે તમારા પ્રેમ અને આદરથી પ્રભાવિત થયા છીએ. UAEના નેતાઓ મહાન, સારા અને વિશાળ દિલના છે'. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ટાંકવામાં આવેલા પ્રકાશનમાં ઉમેરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરાશે. BAPS સંસ્થાનું મંદિર UAEનું સૌથી મોટું મંદિર હશે. આ મંદિર ખૂબ જ સુંદર છે અને પથ્થરોમાંથી બનેલા આ મંદિર પર ખૂબ જ સારી કોતરણી પણ કરવામાં આવી છે. આ મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. હાલમાં જ આ મંદિરની તસવીરો સામે આવી છે જે ખૂબ જ સુંદર છે.

BAPS હિન્દુ મંદિર વિશે જાણવા જેવી વાતો

તે UAEનું પ્રથમ હિન્દુ મંદિર છે.

BAPS હિંદુ મંદિર ગુલાબી રાજસ્થાની સેંડસ્ટોન અને સફેદ ઈટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યું છે અને એસેમ્બલી માટે UAE લઈ જવામાં આવ્યું છે.

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને 2015માં પીએમ મોદીની દેશની મુલાકાત દરમિયાન મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી.

જાન્યુઆરી 2019 માં, UAE સરકારે વધુ 13.5 એકર જમીન ફાળવી, આમ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી.

2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

મંદિરના સાત સ્પાયર્સ દરેક યુએઈના અમીરાતનું પ્રતીક છે.

મંદિરના સંકુલમાં મુલાકાતી કેન્દ્ર, પ્રાર્થના હોલ, થીમેટિક ગાર્ડન્સ, શીખવાની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે.

આ મંદિરના પાયામાં 100 સેન્સર સ્થાપિત છે અને ભૂકંપની ગતિવિધિ, તાપમાનમાં ફેરફાર વગેરેની તપાસ કરવા માટે અન્ય વિસ્તારોમાં વધુ સેન્સર છે.

મંદિરના નિર્માણ પાછળ 400 મિલિયન યુનાઇટેડ આરબ અમીરાત દિરહામનો ખર્ચ થવાનો અંદાજ છે.

UAEમાં બનેલા હિન્દુ મંદિરનું નામ BAPS હિન્દુ મંદિર છે, જેનું નિર્માણ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્ધારા કરવામાં આવ્યું છે. આ મંદિર 27 એકર જમીન પર બનેલું છે, જે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવી હતી. UAEમાં બની રહેલા મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે, આ મંદિરની ડિઝાઈન વર્ષ 2018માં બનાવવામાં આવી હતી અને વર્ષ 2019માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ મંદિર ભારતના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ મંદિર 108 ફૂટ ઊંચું છે

તેની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો સમાવેશ થાય છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.

પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો પણ કરાયો સમાવેશ

મંદિરમાં આવવાની સાથે સાથે એક ખૂબ જ આકર્ષક ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે પવિત્ર ભારતીય નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની અંદરની પથ્થરની કોતરણી ભારતીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત અને હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓની મહત્વપૂર્ણ ક્ષણો દર્શાવે છે.

મંદિરમાં સાત શિખરો છે

મંદિરની અંદરની કલાકૃતિ જોવાલાયક છે. મંદિરમાં બે ભવ્ય ગુંબજ બનાવવામાં આવ્યા છે. જેને 'સદભાવનાનો ગુંબજ અને શાંતિનો ગુંબજ કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્વામિનારાયણ, રામ, સીતા, કૃષ્ણ અને અયપ્પન સહિત હિન્દુ દેવતાઓની સ્થાપના કરવામાં આવશે. તેમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે. મંદિરમાં વપરાયેલ પથ્થરોની કોતરણી પર હિન્દુ મંદિરની ઝલક જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget