શોધખોળ કરો
Advertisement
બ્રિટનમાં ઓક્સફોર્ડની રસીને 4 જાન્યુઆરીથી ઇમરજન્સી ઉપયોગની મળી શકે છે મંજૂરી
ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને ભારતમાં પણ ટૂંકમાં જ મંજૂર ળી શકે છે. ભારત જો ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની રસીને મંજૂરી આપી દે તો આમ કરનાર વિશ્વને પ્રથમ દેશ બની જશે.
બ્રિટનમાં ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે કોઈપણ સમયે મંજૂરી મળી શકે છે. મંજૂરી મળઅયા બાદ ચાર જાન્યુઆરીથી બ્રિટનમાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ભારતમાં આ રસી સીરમ ઇન્સ્ટિટ્યૂટ મોટા પાયે બનાવી રહી છે.
ભારતમાં પમ ટૂંકમાં મંજૂરી મળશે
ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસીને ભારતમાં પણ ટૂંકમાં જ મંજૂર ળી શકે છે. ભારત જો ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની રસીને મંજૂરી આપી દે તો આમ કરનાર વિશ્વને પ્રથમ દેશ બની જશે. બ્રિટનમાં હાલમાં આ રસીના ડેટાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત ભારત સરકાર ફાઇઝર અને ભારત બાયોટેકની અરજી પર વિચાર કરી રહ્યું છે. ફાઇઝરની રસીને અમેરિકા અને બ્રિટન સહિત કેટલાક દેશોમાં મંજૂરી મળી ચૂકી છે. પરંતુ ફાઇઝરે ભારતમાં હજુ સુધી ટ્રાયલની શરૂઆત પણ કરી નથી.
ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનાકની રસીને ભારત જેવા વિકાસશીલ દેશ માટે ખૂબજ યોગ્ય ગણવામાં આવી રહી છે. તેની સાથે જ ભારતના ગરમ વાતાવરણ પ્રમાણે પણ આ રસ્તી સસ્તી છે. આ રસીને સ્ટોર કરવા માટે પણ ખાસ વ્યવસ્થાની જરૂરત નહીં પડે. તેને ફ્રિઝના સામાન્ય તાપમાન પર પણ રાખી શકાય છે.
બે ડોઝથી ઓક્સફોર્ડની રસીએ સારી ઇમ્યુનિટી ઉત્પન્ન કરી
ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કોવિડ 19 મહામારી વિરૂદ્ધ રસી બનાવી રહી છે. અંતિમ ટ્રાયલમાં હ્યુમન ટ્રાયલના વચગાળાના પરિણામમાં રસી વધારે પ્રભાવશાળી જોવા મળી છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, બે ડોઝની તુલનામાં એક આખો ડોઝ દીધા પછી બીજો અડધો ડોઝ આપવામાં આવ્યો તો રસી વધારે અસરદાર સાબિત થઈ. જોકે પરિણામની પુષ્ટિ માટે માટે હજુ વધારે રિસર્ચ કરવાની જરૂરત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement