શોધખોળ કરો

ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ

US attacks Iran radar stations: અમેરિકાએ ઈરાનના ગોરુક અને કેશમ ટાપુઓ પર બોમ્બમારો કરતા ઈરાન ગુસ્સે ભરાયું છે. કુવૈત અને બહેરીન જેવા ખાડી દેશોમાં પણ મિસાઈલ હુમલાને પગલે ભારે હોબાળો મચી ગયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાનના રડાર મથકો પર હુમલો.
  • વેપારી જહાજો પર ઈરાની ડ્રોન ખતરાને કારણે અમેરિકાનો પ્રતિકાર.
  • ઈરાને હુમલાને યુદ્ધવિરામ ભંગ ગણાવી અમેરિકાને જવાબદાર ઠેરવ્યું.
  • કુવૈતમાં મિસાઈલો, બહેરીનમાં સાયરન, ખાડી દેશોમાં ભય.

US attacks Iran radar stations: મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકન સેનાએ ઈરાનના દરિયાકાંઠે આવેલા રડાર અને નિરીક્ષણ મથકો પર બોમ્બમારો કર્યો છે, જેનાથી ઈરાન લાલચોળ થઈ ગયું છે. આ હુમલાની અસર માત્ર ઈરાન પૂરતી સીમિત નથી રહી, પરંતુ કુવૈત અને બહેરીન જેવા પાડોશી ખાડી દેશોમાં પણ મિસાઈલો પડતા ભારે ગભરાહટ અને હોબાળો મચી ગયો છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસો હવે વધુ મુશ્કેલ બની ગયા છે.

અમેરિકાએ શા માટે કર્યો હુમલો?

એક અમેરિકન અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમેરિકન સેનાને શંકા હતી કે 4 ઈરાની ડ્રોન હોર્મુઝ સમુદ્ર (સ્ટ્રેટ) વિસ્તારમાંથી પસાર થતા વેપારી જહાજોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ખતરાને જોતા અમેરિકાએ પહેલા તો એક ઈરાની ડ્રોનને તોડી પાડ્યું. ત્યારબાદ, વધુ આક્રમક વલણ અપનાવતા અમેરિકાએ હોર્મુઝ સમુદ્રની સાવ નજીક આવેલા ઈરાનના ગોરુક અને કેશમ ટાપુઓ પરના રડાર સ્થાપનો પર સીધો હુમલો કરી દીધો હતો.

ઈરાનનો અમેરિકાને ખુલ્લો પડકાર

અમેરિકાના આ બોમ્બમારા બાદ ઈરાન ભડકી ઉઠ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને ગત 8 એપ્રિલના રોજ થયેલા યુદ્ધવિરામ કરારનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, "અમેરિકા વારંવાર આવા ઉલ્લંઘન કરીને સાબિત કરી રહ્યું છે કે તે તણાવ ઓછો કરવાના મૂડમાં જ નથી. આ ગેરકાયદેસર હુમલા અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવા બદલ અમેરિકાને જવાબદાર ઠેરવવામાં આવશે."

આ પણ વાંચોઃ મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના એંધાણ? ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પ લાલધુમ, આપ્યો એવો જવાબ કે મચી ગયો ખળભળાટ!

ખાડી દેશોમાં ફફડાટ: કુવૈતમાં મિસાઈલો અને બહેરીનમાં સાયરન

આ બે દેશોની લડાઈમાં આસપાસના દેશોનો શ્વાસ અદ્ધર થઈ ગયો છે:

કુવૈત: કુવૈતી સેનાએ દાવો કર્યો છે કે આજે વહેલી સવારે તેમના હવાઈ ક્ષેત્રમાં 7 બેલિસ્ટિક મિસાઈલો ઘૂસી આવી હતી. જોકે, સેનાએ તેને હવામાં જ તોડી પાડી હતી. આ મિસાઈલોનો કાટમાળ ઘણા રહેણાંક વિસ્તારોમાં પડવાથી મિલકતોને મોટું નુકસાન થયું છે, પણ સદનસીબે કોઈનો જીવ ગયો નથી.

બહેરીન: બહેરીનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યાં સાયરન વગાડીને લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ

કુવૈત-બહેરીને કરી નિંદા, પાકિસ્તાનની એન્ટ્રી

કુવૈત અને બહેરીન બંને દેશોએ આ ઘટનાને નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવીને તેને 'ખુલ્લો હુમલો' કહી આકરી નિંદા કરી છે. અમેરિકન સેનાએ પણ પુષ્ટિ કરી છે કે મિસાઈલો તેના ટાર્ગેટ પર પહોંચે તે પહેલા જ તેને નષ્ટ કરી દેવાઈ હતી. આ બધા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે, અહેવાલો મુજબ પાકિસ્તાનના એક મંત્રી હાલ ઈરાનની મુલાકાતે પહોંચ્યા છે, જેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે સૌની નજર મંડાયેલી છે.

Frequently Asked Questions

અમેરિકાએ ઈરાન પર શા માટે હુમલો કર્યો?

અમેરિકાને શંકા હતી કે ઈરાની ડ્રોન હોર્મુઝ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ ખતરાને કારણે, અમેરિકાએ એક ડ્રોન તોડી પાડ્યા બાદ ઈરાનના રડાર મથકો પર હુમલો કર્યો.

અમેરિકાના હુમલા બાદ ઈરાનની પ્રતિક્રિયા શું હતી?

ઈરાને આ હુમલાને 8 એપ્રિલના યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણાવ્યું. તેણે અમેરિકાને આ ગેરકાયદેસર કાર્યવાહી અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવા માટે જવાબદાર ઠેરવવાની ચેતવણી આપી.

આ હુમલાની ખાડી દેશો પર શું અસર થઈ?

કુવૈતમાં 7 મિસાઈલો ઘૂસી, જે તોડી પાડવામાં આવી, પણ કાટમાળથી નુકસાન થયું. બહેરીનમાં સાયરન વાગતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.

ટોપ સ્ટોરી

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
"ઇસ્લામ કબજો કરવા માંગે છે...," ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે ટ્રમ્પનો દાવો
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget