શોધખોળ કરો

ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના

વિમાનમાં સવાર પાયલોટ ગુમ છે, જેના કારણે તણાવ વધુ વધ્યો છે. પાયલોટને શોધવા માટે યુએસ વાયુસેનાએ ઈરાનની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

US Jet Shot Down In Iran: મિડિલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે સીધા સૈન્ય ટકરાવમાં ફેરવાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, શુક્રવારે અમેરિકાએ પુષ્ટિ કરી છે કે તેનું એક લડાકુ વિમાન ઈરાનમાં ક્રેશ થયું છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિમાન F-15 હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના પાયલોટની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. ગુમ થયેલા પાયલોટને શોધવા માટે અમેરિકી વાયુસેનાએ ઈરાનની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, અમેરિકી સૈનિકો બચાવ કામગીરી માટે ઈરાન પહોંચી ગયા છે.

બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના અત્યાધુનિક F-35 લડાકુ વિમાનને તોડી પાડ્યું છે. ઈરાની સરકારી મીડિયાના મતે, આ વિમાન સેન્ટ્રલ ઈરાનમાં તોડી પાડવામાં આવ્યું હતું અને પાયલોટના જીવિત બચવાની શક્યતા નહિવત છે. જોકે, કેટલાક અહેવાલો એવા પણ છે કે પાયલોટને જીવતો પકડીને બંધક બનાવી લેવામાં આવ્યો છે. આ વિરોધાભાસી દાવાઓને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે અને અમેરિકા તરફથી હજુ સુધી આ અંગે કોઈ વિગતવાર સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

દક્ષિણ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં પણ ભારે અરાજકતાનો માહોલ છે. ઈરાની મીડિયા મુજબ, ત્યાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને અમેરિકન સ્પેશિયલ ફોર્સ વચ્ચે સામસામે ગોળીબાર થયો છે. અહેવાલો છે કે અમેરિકી હેલિકોપ્ટરોએ ઈરાની સૈન્ય કાફલા પર હુમલો કર્યો હતો, જે કાફલો કદાચ અમેરિકી પાયલોટ જે વિસ્તારમાં હતો તે તરફ આગળ વધી રહ્યો હતો. ઈરાની ચેનલો પર એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જો કોઈ "દુશ્મન પાયલોટ" ને પકડીને પોલીસને સોંપશે તો તેને ઇનામ આપવામાં આવશે.

આ ઉપરાંત, તાસ્નિમ ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાકી એરસ્પેસમાં અમેરિકન UH-60 બ્લેક હોક હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. જોકે, આ બાબતની હજુ સુધી કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સી કે અમેરિકા દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ અહેવાલો સાચા સાબિત થશે, તો મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલો આ સંઘર્ષ અત્યંત જોખમી અને વિનાશક વળાંક લઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Embed widget