શોધખોળ કરો

મોઢે શાંતિની વાતો ને હાથે હથિયાર! ટ્રમ્પની બેવડી રમત: 10,000 નવા સૈનિકો ઈરાન ભણી રવાના, જાણો હવે શું થશે?

એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટમાં 3 મોટા વિમાનવાહક જહાજો તૈનાત; અમેરિકાની આ બેવડી નીતિથી આખી દુનિયામાં ટેન્શન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાએ મધ્ય પૂર્વમાં 10,000 થી વધુ સૈનિકો મોકલ્યા.
  • યુદ્ધજહાજોની સંખ્યામાં વધારો, 3 વિમાનવાહક જહાજો તૈનાત.
  • હોર્મુઝ સ્ટ્રેટ અને યુરેનિયમ મુદ્દે તણાવ યથાવત.
  • ટ્રમ્પના નિવેદનો અને લશ્કરી કાર્યવાહીથી સ્થિતિ સંવેદનશીલ.

US Iran war news: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એક તરફ ટ્રમ્પ એવો દાવો કરી રહ્યા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ હવે તેના અંત તરફ છે, પરંતુ બીજી તરફ તેમણે મધ્ય પૂર્વમાં રાતોરાત 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલીને પરિસ્થિતિને વધુ ગંભીર અને વિસ્ફોટક બનાવી દીધી છે. અમેરિકાની આ બેવડી નીતિએ સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તે ટેબલ પર રાજદ્વારી ઉકેલ અને શાંતિની વાતો કરતું હોય, પણ જમીન પર કોઈ પણ સંભવિત યુદ્ધ માટેની તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સૈન્યની તાકાતમાં જંગી વધારો

પેન્ટાગોનના રિપોર્ટ મુજબ, મધ્ય પૂર્વમાં મોકલવામાં આવેલા આ 10,000 નવા સૈનિકોમાંથી આશરે 6,000 સૈનિકોને 'USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' પર તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના 4,200 સૈનિકો 'બોક્સર એમ્ફિબિયસ રેડી ગ્રુપ' અને 11મા મરીન એક્સપિડિશનરી યુનિટ સાથે ત્યાં પહોંચશે. ખાડી દેશોમાં અમેરિકાના 50,000 સૈનિકો તો પહેલેથી જ પડાવ નાખીને બેઠા છે, અને હવે આ નવા સૈનિકો ઉમેરાતા અમેરિકન સૈન્યની તાકાત અનેકગણી વધી ગઈ છે.

3 ઘાતક વિમાનવાહક જહાજો પણ તૈનાત

સૈનિકો ઉપરાંત અમેરિકાએ પોતાની નૌકાદળની (Navy) તાકાતમાં પણ જબરદસ્ત વધારો કર્યો છે. ખાડી વિસ્તારની નજીક 3 મહાકાય વિમાનવાહક જહાજો - 'USS અબ્રાહમ લિંકન', 'USS ગેરાલ્ડ આર. ફોર્ડ' અને 'USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' પહેલેથી જ તૈનાત કરી દેવાયા છે, જે કોઈપણ સમયે લશ્કરી ઓપરેશન પાર પાડવા માટે એકદમ તૈયાર (સ્ટેન્ડબાય) છે.

વિવાદનું મૂળ: હોર્મુઝ સ્ટ્રેટ અને યુરેનિયમ

અમેરિકાએ આ લશ્કરી જમાવડો એવા સમયે કર્યો છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માં નાકાબંધીને લઈને બંને દેશો વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે. આ ઉપરાંત, ઈરાનના યુરેનિયમ સંવર્ધનના મુદ્દે હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈ નક્કર કરાર થઈ શક્યો નથી. 22 એપ્રિલની ડેડલાઈન પણ કોઈ જ પરિણામ વગર વીતી ગઈ છે, જોકે પડદા પાછળ વાટાઘાટો હજુ ચાલુ છે.

ટ્રમ્પની ચેતવણી: "દુનિયા કંઈક આઘાતજનક જોશે"

એક તરફ ટ્રમ્પ કહી રહ્યા છે કે યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થઈ જશે, પણ સાથે જ તેમણે એવી ખુલ્લી ચેતવણી પણ આપી છે કે, "આગામી 2 દિવસમાં દુનિયા કેટલીક આઘાતજનક બાબતો જોશે." ટ્રમ્પના આ વિરોધાભાસી નિવેદનો અને લશ્કરી તૈયારીઓએ મધ્ય પૂર્વની સ્થિતિને અત્યંત સંવેદનશીલ અને અનિશ્ચિત બનાવી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે આખરે શાંતિની આશા જીતે છે કે પછી કોઈ મોટા સંઘર્ષનો ભય સાચો પડે છે.

Frequently Asked Questions

અમેરિકાએ મધ્ય પૂર્વમાં કેટલા વધારાના સૈનિકો મોકલ્યા છે?

અમેરિકાએ મધ્ય પૂર્વમાં રાતોરાત 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલ્યા છે. આમાંના મોટાભાગના સૈનિકો યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ પર તૈનાત કરાયા છે.

અમેરિકાએ ખાડી વિસ્તારમાં કયા ત્રણ વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે?

અમેરિકાએ ખાડી વિસ્તારની નજીક 'USS અબ્રાહમ લિંકન', 'USS ગેરાલ્ડ આર. ફોર્ડ' અને 'USS જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' એમ ત્રણ મહાકાય વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનું મુખ્ય કારણ શું છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં નાકાબંધી અને ઈરાનના યુરેનિયમ સંવર્ધન જેવા મુદ્દાઓ પર ખેંચતાણ ચાલી રહી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો શું સૂચવે છે?

ટ્રમ્પના નિવેદનો વિરોધાભાસી છે; તેઓ એક તરફ શાંતિની વાત કરે છે, તો બીજી તરફ 'આઘાતજનક બાબતો'ની ચેતવણી આપે છે, જે સ્થિતિને અનિશ્ચિત બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget