શોધખોળ કરો

US Presidential Elections: અમેરિકન ચૂંટણી અગાઉ ભારતને લઇને ટ્રમ્પનું મોટું નિવેદન, હિંદુઓને લઇને શું કહ્યુ?

ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસમાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાગીદારી વધારવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી

US Presidential Elections 2024 Latest News: અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુ અમેરિકનો માટે મોટી વાત કહી છે. તેમણે હિંદુ અમેરિકનોના હિતોનું રક્ષણ કરવા અને તેમને કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મવિરોધી એજન્ડાથી બચાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાના પ્રયાસમાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભાગીદારી વધારવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને ટ્રમ્પે લખ્યુ હતું અમે હિંદુ અમેરિકનોને કટ્ટરપંથી વામપંથીઓના ધર્મ વિરોધી એજન્ડાથી પણ બચાવીશું. અમે તમારી આઝાદી માટે લડીશું. મારા વહીવટીતંત્ર હેઠળ અમે ભારત અને મારા સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આપણી મહાન ભાગીદારી પણ મજબૂત કરીશું.

'બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિ'

પૂર્વ રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ ત્યાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સામેની હિંસાની પણ નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "હું બાંગ્લાદેશમાં હિંદુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલી બર્બર હિંસાની સખત નિંદા કરું છું. ત્યાંના લઘુમતીઓ પર ટોળા દ્વારા હુમલો અને લૂંટ કરવામાં આવી રહી છે, જે સંપૂર્ણ રીતે અરાજકતાની સ્થિતિ છે.

બાઇડન પર  હિન્દુઓની અવગણના કરવાનો આરોપ

ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઇડન અને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પણ ટીકા કરતા કહ્યું કે તેઓએ વૈશ્વિક સ્તરે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં હિન્દુઓની અવગણના કરી છે. તેમણે કહ્યું, "મારા કાર્યકાળ દરમિયાન આવું ક્યારેય બન્યું નથી. કમલા અને જો બાઇડને વિશ્વભરમાં અને અમેરિકામાં હિંદુઓની અવગણના કરી છે. તેઓ ઇઝરાયલથી લઇને યુક્રેન અને આપણી પોતાની દક્ષિણ સરહદ સુધી ફ્લોપ થયા છે અને દેશ માટે આપત્તિ સાબિત થયા છે." પરંતુ અમે અમેરિકાને ફરી મજબૂત બનાવીશું અને તાકાત દ્વારા શાંતિ પાછી લાવીશું."

આર્થિક નીતિઓને લઇને પણ કમલા હેરિસ પર સાધ્યું નિશાન

ટ્રમ્પે આર્થિક નીતિઓ સહિત અન્ય મુદ્દાઓ પર પણ કમલા હેરિસની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે , "કમલા હેરિસ વધુ નિયમો અને વધુ ટેક્સ સાથે તમારા નાના વ્યવસાયોને નષ્ટ કરશે. તેનાથી વિપરીત મેં મારા છેલ્લા કાર્યકાળમાં ટેક્સમાં ઘટાડો કર્યો, નિયમો હળવા કર્યા, અમેરિકન ઊર્જાને મુક્ત કરીને અને ઇતિહાસમાં સૌથી મહાન અર્થતંત્રનું નિર્માણ કર્યું હતું." અમે ફરીથી પહેલાં કરતાં વધુ મોટું અને સારું કરીશું. - અને અમે અમેરિકાને ફરીથી મહાન બનાવીશું."

તેમણે હિંદુઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને કહ્યું હતું કે " સાથે જ તમામને દિવાળીની શુભકામનાઓ. હું આશા રાખું છું કે પ્રકાશનો તહેવાર અનિષ્ટ પર સારાની જીત તરફ દોરી જાય."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

LPG Cylinder: દિવાળી-છઠ ટાણે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણી લો તમારા શહેરનો રેટ
LPG Cylinder: દિવાળી-છઠ ટાણે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણી લો તમારા શહેરનો રેટ
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
Diwali 2024 VIDEO: અમેરિકામાં દિવાળીની શાનદાર ઉજવણી, 'ઓમ જય જગદીશ હરે'થી ગૂંજી ઉઠ્યું વ્હાઉટ હાઉસ, વીડિયો વાયરલ
Diwali 2024 VIDEO: અમેરિકામાં દિવાળીની શાનદાર ઉજવણી, 'ઓમ જય જગદીશ હરે'થી ગૂંજી ઉઠ્યું વ્હાઉટ હાઉસ, વીડિયો વાયરલ
Pension: મજૂરોને સરકાર આપે છે પેન્શન, જાણો તેના માટે ક્યાં કરવી પડશે અરજી?
Pension: મજૂરોને સરકાર આપે છે પેન્શન, જાણો તેના માટે ક્યાં કરવી પડશે અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: અસરદારHun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસPM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Cylinder: દિવાળી-છઠ ટાણે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણી લો તમારા શહેરનો રેટ
LPG Cylinder: દિવાળી-છઠ ટાણે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, જાણી લો તમારા શહેરનો રેટ
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
IPL 2025: રિટેન્શન બાદ પંજાબ પાસે છે સૌથી વધુ રૂપિયા, જાણો કઇ ટીમના પર્સમાં છે કેટલા રૂપિયા?
Diwali 2024 VIDEO: અમેરિકામાં દિવાળીની શાનદાર ઉજવણી, 'ઓમ જય જગદીશ હરે'થી ગૂંજી ઉઠ્યું વ્હાઉટ હાઉસ, વીડિયો વાયરલ
Diwali 2024 VIDEO: અમેરિકામાં દિવાળીની શાનદાર ઉજવણી, 'ઓમ જય જગદીશ હરે'થી ગૂંજી ઉઠ્યું વ્હાઉટ હાઉસ, વીડિયો વાયરલ
Pension: મજૂરોને સરકાર આપે છે પેન્શન, જાણો તેના માટે ક્યાં કરવી પડશે અરજી?
Pension: મજૂરોને સરકાર આપે છે પેન્શન, જાણો તેના માટે ક્યાં કરવી પડશે અરજી?
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
Diwali Celebrations 2024: ભારતમાં જ નહીં, અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટેન સહિત અનેક દેશોમાં દિવાળી ધામધૂમથી ઉજવાઈ
હવા પ્રદૂષણના કારણે ફેફસામાં થઇ શકે છે ગંભીર ઇન્ફેક્શન, બચવા માટે શું કરશો?
હવા પ્રદૂષણના કારણે ફેફસામાં થઇ શકે છે ગંભીર ઇન્ફેક્શન, બચવા માટે શું કરશો?
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
રોહિત કે હાર્દિક પંડ્યા, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કોણ કરશે? MI એ નામનો કર્ય ખુલાસો
TRAI New Rule: આજથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, જિયો, એરટેલ, Vi અને BSNL યુઝર્સને થશે અસર
TRAI New Rule: આજથી બદલાઇ રહ્યા છે કોલિંગના આ નિયમો, જિયો, એરટેલ, Vi અને BSNL યુઝર્સને થશે અસર
Embed widget