શોધખોળ કરો
US Election :5 રાજ્યોમાંથી 4માં બાઈડેન આગળ, માત્ર એક રાજ્યમાં ટ્રમ્પ આગળ
પાંચ રાજ્યોમાંથી 4 રાજ્યમાં બાઈડન આગળ છે. જ્યારે ટ્રમ્પ માત્ર એક રાજ્યમાં આગળ છે. સિક્રેટ સર્વિસે બાઈડેનની સુરક્ષા વધારી છે.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં બાઈડન બાજી મારી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. પાંચ રાજ્યોમાંથી 4 રાજ્યમાં બાઈડન આગળ છે. જ્યારે ટ્રમ્પ માત્ર એક રાજ્યમાં આગળ છે. સિક્રેટ સર્વિસે બાઈડેનની સુરક્ષા વધારી છે. અમેરિકામાં ચાલી રહેલી મતગણતરીની વચ્ચે એક મહત્વની જાણકારી સામે આવી છે. જ્યોર્જિયામાં બીજી વખત મતગણતરી થશે. અહીં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડનને પાતળી સરસાઈ મળી છે. જ્યોર્જિયાના સચિવ બ્રેડ રેફેન્સપર્ગરે કહ્યું કે જેમ જેમ અમે મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં પહોંચી રહ્યાં છીએ, તેમ તેમ અમે આગામી પગલાં તરફ નજર માંડી રહ્યાં છીએ. તો જયોર્જિયા બાદ હવે પેન્સિલવેનિયામાં પણ બાઈડન આગળ નીકળી ગયા છે. અત્યાર સુધી પેન્સિલવેનિયામાં ટ્રમ્પની સરસાઈ હતી પરંતુ બાઈડને તેમને પાછળ છોડી દીધા છે. હવે ડેમોક્રેટ 4 અને રિપબ્લિકન માત્ર 1 રાજ્યમાં જ આગળ છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં જો બાઈડન ટ્રમ્પને આકરી ટક્કર આપી રહ્યા છે. એટલું જ નહીં, 264 ઈલેક્ટોરલ મત સાથે તેઓ 270ના આવશ્યક આંકડા સુધી પહોંચવામાં માત્ર 6 ઈલેક્ટોરલ મતથી દૂર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિશિગન અને જ્યોર્જિયા બન્ને રાજ્યમાં પોસ્ટલ બેલેટની ગણતરી રોકાવની માગ કરી હતી, જેને મિશિગન અને જ્યોર્જિયાની કોર્ટે ફગાવી દીધી છે. એટલે કે હવે આ બન્ને રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી યથાવત રહેશે. આ પહેલા ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર ગોટાળાનો આરોપ લાગવ્યો હતો. એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું, “ડેમોક્રેટ ચૂંટણીના પરિણામ ચોરવા માગે છે. અમારો ઉદ્દેશ ચૂંટણીની નિષ્પક્ષતાને બચાવાવનો છે. અમે પ્રભાવિત થવા નહીં દઈએ જે આ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. ડેમોક્રેટ્સને ખબર હતી કે તે ઇમાનદારીથી ચૂંટણી નહીં જીતી શકે. માટે તેમણે પોસ્ટલ બેલેટનો ગોટાળો કર્યો છે.”
વધુ વાંચો





















