શોધખોળ કરો

US Firing: 'આ ઘટના મને ઈરાન સામેની યુદ્ધ જીતતા અટકાવી શકશે નહીં', ફાયરિંગ બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા

US Firing:  વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં ગોળીબાર થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસને સંબોધન કર્યું અને કહ્યું કે તેઓ સુરક્ષિત છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત: સુરક્ષા કર્મચારીઓની પ્રશંસા.
  • હુમલાખોર પકડાયો, સુરક્ષા અધિકારી બુલેટપ્રૂફ જેકેટથી બચી ગયા.
  • આ ઘટના ઈરાન સામેના યુદ્ધમાં મને રોકી શકશે નહીં: ટ્રમ્પ.
  • ભવિષ્ય માટે ડ્રોન-પ્રૂફ, બુલેટપ્રૂફ વૉર રૂમની જરૂરિયાત પર ભાર.

US Firing:  વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનરમાં ગોળીબાર થયા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસને સંબોધન કર્યું અને કહ્યું કે તેઓ સુરક્ષિત છે. તેમણે સુરક્ષા કર્મચારીઓની પ્રશંસા કરતા કહ્યું કે તેઓએ ઉત્કૃષ્ટ કામ કર્યું. ટ્રમ્પે કહ્યું હતું કે, "ગોળીબારમાં એક સુરક્ષા અધિકારી ઘાયલ થયો હતો, અને બુલેટપ્રૂફ જેકેટથી તેનો જીવ બચી ગયો હતો. સિક્રેટ સર્વિસે બહાદુરી દર્શાવી અને તાત્કાલિક એક હુમલાખોરને પકડી લીધો."

ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે આવા કાયર કૃત્યો તેમને તેમના મિશનથી રોકી શકશે નહીં. ખાસ કરીને ઈરાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "આ ઘટના મને ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં જીતતા અટકાવી શકશે નહીં."  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે વોશિંગ્ટન હિલ્ટનમાં સુરક્ષા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે ઇમારત સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેમણે ભવિષ્ય માટે વ્હાઇટ હાઉસમાં "ડ્રોન-પ્રૂફ" અને "બુલેટપ્રૂફ" કાચથી સજ્જ એક આધુનિક "વૉર રૂમ" બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઇન્ડોર ઇવેન્ટ્સ રદ કરશે ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું, "હું તે કરી શકતો નથી. અમારે  લોકોની વચ્ચે જવું પડશે." ટ્રમ્પે કહ્યું હતું કે, "જે રીતે સિક્રેટ સર્વિસે મને, મેલાનિયા ટ્રમ્પ અને વેન્સને અન્ય લોકો સાથે ઝડપથી બહાર કાઢ્યા તે પ્રશંસનીય છે. જે હુમલાખોરને પકડવામાં આવ્યો હતો તે કેલિફોર્નિયાનો છે અને બીમાર છે. મારા બધા કેબિનેટ સાથીઓ સુરક્ષિત છે."

ઈજાગ્રસ્ત અધિકારીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, "એક અધિકારીને ગોળી વાગી હતી, પરંતુ તે બચી ગયો કારણ કે તેણે ખૂબ જ સારુ બુલેટપ્રૂફ પહેર્યું હતું. તેને ખૂબ જ નજીકથી ખૂબ જ શક્તિશાળી બંદૂકથી ગોળી વાગી હતી. મેં હમણાં જ અધિકારી સાથે વાત કરી અને તે ઠીક છે. આ વાણી સ્વાતંત્ર્યને સમર્પિત એક કાર્યક્રમ હતો જેનો હેતુ બંને પક્ષોના સભ્યો અને પ્રેસના સભ્યોને એકસાથે લાવવાનો હતો."

અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે સુરક્ષા એજન્સીઓની વિનંતી પર પ્રોટોકોલનું પાલન કરીને સ્થળ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ, અને તેમના મંત્રીમંડળના બધા સભ્યો સુરક્ષિત છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સિક્રેટ સર્વિસની બહાદુરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ગોળીબાર કરનારની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે આ ઘટનાને કારણે મુલતવી રાખેલ આ કાર્યક્રમ આગામી 30 દિવસમાં ફરીથી સુનિશ્ચિત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget