શોધખોળ કરો

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા પડદા પાછળ કોણ કરી રહ્યું છે ડીલ? ટ્રમ્પે આ 3 મુસ્લિમ દેશોનો કર્યો ઉલ્લેખ!

24 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવાના પ્રયાસો તેજ; તુર્કી, ઇજિપ્ત અને પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા હોવાનો મોટો ખુલાસો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ત્રણ મુસ્લિમ દેશો ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ પ્રયાસો કરી રહ્યા છે.
  • તુર્કી, ઇજિપ્ત, પાકિસ્તાન સંદેશાની આપ-લે કરાવી રહ્યા છે.
  • વાટાઘાટોના કારણે ટ્રમ્પે ઈરાન પર હુમલો ટાળ્યો.
  • યુદ્ધ લાંબુ ખેંચાતા ટ્રમ્પ પર શાંતિનું દબાણ.

મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે હવે પડદા પાછળ મોટા પાયે સમાધાનના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આખી દુનિયા જેની રાહ જોઈ રહી છે, તે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની ડીલ (કરાર) કરાવવા માટે 3 મુસ્લિમ દેશોએ કમર કસી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે ઈરાન સાથે વાતચીતનો દોર હજુ ચાલુ રહેશે. ગઈકાલે રાત્રે એટલે કે 22 માર્ચના રોજ વ્હાઇટ હાઉસના ખાસ સલાહકારો અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે અલગ-અલગ બેઠકો યોજાઈ હતી. ચાલો જાણીએ આ શાંતિ મંત્રણામાં કયા દેશો કેવી રીતે મધ્યસ્થી કરી રહ્યા છે.

કોણ બની રહ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ દૂત?

અમેરિકન ન્યૂઝ વેબસાઇટ 'એક્સિઓસ' (Axios) ના એક રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે તુર્કી, ઇજિપ્ત અને પાકિસ્તાન છેલ્લા 2 દિવસથી મધ્યસ્થી કરી રહ્યા છે. આ ત્રણેય દેશો બંને કટ્ટર દુશ્મનો વચ્ચે સંદેશાની આપ-લે કરાવી રહ્યા છે. રિપોર્ટમાં એવો પણ મોટો ખુલાસો થયો છે કે આ ત્રણેય દેશોના પ્રતિનિધિઓએ વ્હાઇટ હાઉસના ખાસ રાજદૂત સ્ટીવ વિટકોફ (Steve Witkoff), જેરેડ કુશનર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે અલગ-અલગ મુલાકાત કરીને શાંતિનો રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો છે.

આ વાતચીતથી જ ટ્રમ્પે 5 દિવસ માટે હુમલો ટાળ્યો!

આ મધ્યસ્થી અને પડદા પાછળની વાતચીતની જ સીધી અસર છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પર કરવાનો મોટો હુમલો 5 દિવસ માટે મુલતવી રાખ્યો છે.

ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સ્પષ્ટ જણાવ્યું હતું કે, "છેલ્લા 2 દિવસમાં ઈરાન સાથે અત્યંત સકારાત્મક અને ઉત્પાદક વાટાઘાટો થઈ છે, જે આખું અઠવાડિયું ચાલશે." બંને દેશો વચ્ચે થયેલી આ ઊંડાણપૂર્વકની ચર્ચાઓના સકારાત્મક પરિણામોને જોતા જ ટ્રમ્પે પોતાના સંરક્ષણ વિભાગને (પેન્ટાગોન) ઈરાન પરના તમામ લશ્કરી હુમલાઓ 5 દિવસ પૂરતા રોકી દેવાનો આદેશ આપ્યો છે.

શું ટ્રમ્પ પર યુદ્ધ પૂરું કરવાનું દબાણ વધી રહ્યું છે?

શરૂઆતના સમયમાં ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા ઈરાનના નેતૃત્વ અને તેના પરમાણુ માળખાને નષ્ટ કરવાની મોટી-મોટી જાહેરાતો કરી હતી. પરંતુ હવે આ યુદ્ધ ધાર્યા કરતા લાંબુ ખેંચાઈ રહ્યું હોય તેવું લાગે છે.

ગલ્ફ દેશોમાં અમેરિકાના સાથીઓ પર થતા સતત હુમલા.

'હોર્મુઝ સ્ટ્રેટ' માં વેપારી જહાજો અટવાઈ જવાના કારણે આખી દુનિયામાં ઊભું થયેલું તેલ અને ગેસનું મોટું સંકટ.

અમેરિકામાં નજીક આવી રહેલી મિડ-ટર્મ (મધ્યસત્ર) ચૂંટણીઓ.

આ બધી જ પરિસ્થિતિઓ જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ટ્રમ્પ પર ભારે દબાણ છે અને તેઓ હવે કોઈ પણ ભોગે આ સંઘર્ષમાંથી બહાર નીકળવાનો અને શાંતિ સ્થાપવાનો રસ્તો શોધી રહ્યા છે.

Frequently Asked Questions

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે કયા દેશો મધ્યસ્થી કરી રહ્યા છે?

તુર્કી, ઇજિપ્ત અને પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 2 દિવસથી મધ્યસ્થી કરી રહ્યા છે. આ દેશો બંને વચ્ચે સંદેશાની આપ-લે કરાવી રહ્યા છે.

શાંતિ મંત્રણાને કારણે ટ્રમ્પે ઈરાન પર હુમલો શા માટે મુલતવી રાખ્યો?

શાંતિ મંત્રણાની સકારાત્મક અસર રૂપે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પર કરવાનો હુમલો 5 દિવસ માટે મુલતવી રાખ્યો છે.

શું ટ્રમ્પ પર યુદ્ધ પૂરું કરવાનું દબાણ વધી રહ્યું છે?

હા, ગલ્ફ દેશોમાં સતત હુમલા, તેલ-ગેસનું સંકટ અને નજીક આવી રહેલી મિડ-ટર્મ ચૂંટણીઓને કારણે ટ્રમ્પ પર યુદ્ધ પૂરું કરવાનું દબાણ વધી રહ્યું છે.

ટોપ સ્ટોરી

FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
'અંધારી રાત, કડક સુરક્ષા અને ઇમરાન ખાન બેક ટુ જેલ...' હૉસ્પિટલમાંથી ઈમરાન ખાનને ફરી મોકલાયા જેલ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
Alaska Plane Crash: અમેરિકાના અલાસ્કામાં મોટી દૂર્ઘટના, 8 લોકોને લઇને જઇ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget