શોધખોળ કરો

અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત

48 કલાકના અલ્ટીમેટમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન; કહ્યું- "છેલ્લા 2 દિવસથી ઈરાન સાથે સાર્થક વાતચીત ચાલી રહી છે, ડિફેન્સ વિભાગને પાવર પ્લાન્ટ પર હુમલો રોકવાનો આદેશ આપ્યો છે."

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાન સાથે સકારાત્મક વાટાઘાટો બાદ ટ્રમ્પે હુમલાની યોજના મુલતવી રાખી.
  • 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ ટ્રમ્પે યુ-ટર્ન લીધો.
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર મુલતવીની જાહેરાત કરી.
  • ઈરાને પણ અમેરિકન બેઝ ધરાવતા દેશો પર હુમલાની ધમકી આપી હતી.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે આખી દુનિયા માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ધીમે ધીમે શાંત પડતો દેખાઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે ઈરાનના પાવર પ્લાન્ટ અને ઉર્જા મથકો પર હુમલો કરવાની પોતાની યોજના હાલ પૂરતી 5 દિવસ માટે મુલતવી રાખી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસથી બંને દેશો વચ્ચે સમાધાન માટે ખૂબ જ સકારાત્મક અને સાર્થક વાતચીત ચાલી રહી છે. જો આ વાટાઘાટો અંતિમ તબક્કામાં સફળ રહેશે, તો અમેરિકા ઈરાન પર હુમલો નહીં કરે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરના દેશોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

માત્ર એક દિવસમાં બદલાઈ ગઈ બાજી

તમને જણાવી દઈએ કે, આ નિર્ણય અચાનક લેવાયો નથી, પરંતુ તેમાં એક મોટો યુ-ટર્ન જોવા મળ્યો છે. માત્ર એક દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું આકરૂં અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ખુલ્લી ચીમકી આપી હતી કે જો ઈરાન 'હોર્મુઝ સ્ટ્રેટ' (દરિયાઈ વેપારનો મુખ્ય માર્ગ) સંપૂર્ણપણે નહીં ખોલે, તો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ્સ પર ભીષણ હુમલો કરીને તેને નષ્ટ કરી દેશે. પરંતુ હવે 48 કલાક પૂરા થાય તે પહેલા જ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને યુદ્ધના કાળા વાદળો વિખેરાતા જોવા મળી રહ્યા છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું કહ્યું?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર પોસ્ટ કરીને આ ઐતિહાસિક માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે:

"છેલ્લા 2 દિવસમાં ઈરાન સાથે અત્યંત સકારાત્મક અને ઉત્પાદક ચર્ચાઓ થઈ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો કાયમી અને સંપૂર્ણ ઉકેલ શોધવાનો છે. બંને દેશો વચ્ચેની આ વાતચીત આખું અઠવાડિયું ચાલવાની છે, અને તેના સકારાત્મક માહોલને જોતા મેં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (પેન્ટાગોન) ને ઈરાનના પાવર પ્લાન્ટ્સ પરના તમામ લશ્કરી હુમલા 5 દિવસ માટે સ્થગિત કરી દેવાનો નિર્દેશ આપ્યો છે."

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હવે યુદ્ધ અંગેનો કોઈ પણ અંતિમ નિર્ણય આ વાતચીતના પરિણામ પર જ આધારિત રહેશે.

જ્યારે ઈરાને પણ આપી હતી જડબાતોડ ધમકી

અમેરિકા ભલે અત્યારે વાતચીતના ટેબલ પર આવી ગયું હોય, પરંતુ જ્યારે ટ્રમ્પે હુમલાની ધમકી આપી હતી ત્યારે ઈરાને પણ નમતું જોખ્યું નહોતું. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર કાલિબાફ અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો અમેરિકા તેમના પર હુમલો કરશે, તો તેઓ પણ આખા પ્રદેશમાં અમેરિકન આર્મી બેઝ ધરાવતા દેશોના ઉર્જા મથકોને નિશાન બનાવશે. એટલું જ નહીં, ઈરાને એવી પણ જિદ પકડી હતી કે જ્યાં સુધી તેમના નુકસાન પામેલા પાવર પ્લાન્ટ ફરીથી બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ હોર્મુઝ સ્ટ્રેટ બંધ જ રાખશે.

Frequently Asked Questions

અમેરિકાએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલાની યોજના શા માટે મુલતવી રાખી?

અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલી સકારાત્મક અને સાર્થક વાતચીતના કારણે હુમલાની યોજના 5 દિવસ માટે મુલતવી રાખી છે. આ વાટાઘાટોના સફળ પરિણામ પર અંતિમ નિર્ણય આધાર રાખે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનને શું ચેતવણી આપી હતી?

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન 'હોર્મુઝ સ્ટ્રેટ' સંપૂર્ણપણે નહીં ખોલે તો અમેરિકા તેમના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરશે.

ઈરાને અમેરિકાની ધમકીના જવાબમાં શું કહ્યું હતું?

ઈરાને જવાબમાં ચેતવણી આપી હતી કે જો અમેરિકા હુમલો કરશે, તો તેઓ પ્રદેશમાં અમેરિકન આર્મી બેઝ ધરાવતા દેશોના ઉર્જા મથકોને નિશાન બનાવશે. ઈરાને જ્યાં સુધી પાવર પ્લાન્ટ ફરીથી ન બને ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ રાખવાની વાત કરી હતી.

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો કાયમી અને સંપૂર્ણ ઉકેલ શોધવાનો છે. આ ચર્ચાઓ આખું અઠવાડિયું ચાલવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget