શોધખોળ કરો

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પ સર્જિકલ સ્ટ્રાઈક કરવાના મૂડમાં છે? 50,000 અમેરિકી સૈનિકો તૈનાત...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મિડલ ઈસ્ટ માટે ઘડી રહ્યા છે કોઈ મોટો ખેલ; ન્યૂ યોર્ક ટાઈમ્સના દાવા મુજબ ઈરાનના મહત્વના ટાપુઓ પર કબજો જમાવવાની તૈયારીઓ તેજ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા ઈરાન પર 'સર્જિકલ સ્ટ્રાઈક' કે જમીની કાર્યવાહીની તૈયારીમાં.
  • યુએસ 50,000 સૈનિકોને મધ્ય પૂર્વમાં મોકલી શકે છે.
  • ઈરાનના મહત્વના ટાપુઓ પર અમેરિકા કબજો જમાવી શકે છે.
  • ઈરાનના પરમાણુ પ્લાન્ટમાંથી યુરેનિયમ જપ્ત કરવાની પણ શક્યતા.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે બહુ જ ખતરનાક વળાંક લેવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકા ઈરાન પર કોઈ મોટી 'સર્જિકલ સ્ટ્રાઈક' અથવા જમીની કાર્યવાહી (ગ્રાઉન્ડ ઓપરેશન) ની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં આશરે 50,000 જેટલા સૈનિકોને તૈનાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા હવે વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ની આસપાસ આવેલા ઈરાનના ટાપુઓને પોતાનું નિશાન બનાવી શકે છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સનો મોટો ખુલાસો

અમેરિકાના પ્રખ્યાત અખબાર "ન્યૂ યોર્ક ટાઈમ્સ" એ એક બહુ મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે, ઈરાન સામે સીધી કાર્યવાહી કરવા માટે 50,000 થી વધુ અમેરિકી સૈનિકો અને કમાન્ડો પહેલેથી જ મિડલ ઈસ્ટમાં પહોંચી ગયા છે. આ સમાચાર બાદ એવી પૂરી શક્યતા સેવાઈ રહી છે કે અમેરિકા પોતાના સૈનિકોને ઉતારીને ઈરાનના સૌથી મહત્વના ઓઈલ હબ એવા 'ખાર્ગ ટાપુ' પર કબજો જમાવી શકે છે.

સંરક્ષણ નિષ્ણાત કર્નલ તેજ ટિક્કુનું શું કહેવું છે?

એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં, નિવૃત્ત સંરક્ષણ નિષ્ણાત કર્નલ તેજ ટિક્કુએ આ મામલે મહત્વની માહિતી આપી. તેમણે કહ્યું કે, મિડલ ઈસ્ટમાં 50,000 જેટલા અમેરિકન સૈનિકોની હાજરી એ બહુ મોટો સંકેત છે. અમેરિકા માત્ર ખાર્ગ ટાપુ પર જ નહીં, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ આવેલા સોલ્ટ આઇલેન્ડ, હેન્ડ્રોબી ટાપુ, હેંગમ ટાપુ અને કિસ્મ ટાપુ પર પણ પોતાના સૈનિકો ઉતારી શકે છે. અમેરિકા વારંવાર કહી રહ્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખુલ્લી કરાવવા માંગે છે, અને આ તેનો જ એક ભાગ હોઈ શકે છે.

શું ઈરાનમાં ઘૂસીને યુરેનિયમ જપ્ત કરાશે?

કર્નલ ટિક્કુના મતે, એવું નથી લાગતું કે અમેરિકા ઈરાક કે કુવૈતની જેમ ઈરાનની અંદર ઘૂસીને કોઈ મોટું યુદ્ધ લડશે. પરંતુ, આ 50,000 સૈનિકો અને ખાસ કરીને નેવી સીલ (SEALs) જેવા ઘાતક કમાન્ડોનો ઉપયોગ અલગ રીતે થઈ શકે છે. શક્ય છે કે અમેરિકન કમાન્ડો પેરાશૂટ દ્વારા ઈરાનના પરમાણુ પ્લાન્ટની આસપાસ ઉતરે, ત્યાં પડેલું શુદ્ધ (એનરિચ્ડ) યુરેનિયમ જપ્ત કરે અને ગણતરીના કલાકોમાં પોતાનું ઓપરેશન પૂરું કરીને હેમખેમ પાછા પણ ફરી જાય!

ઈઝરાયલ આ જમીની યુદ્ધથી દૂર કેમ છે?

થોડા દિવસો પહેલા ઈઝરાયલી મીડિયાએ દાવો કર્યો હતો કે, જો અમેરિકા ઈરાનમાં કોઈ જમીની કાર્યવાહી કરશે તો ઈઝરાયલ તેમાં પોતાની સેના નહીં મોકલે. આ દાવા પછી એવી અટકળો ચાલવા લાગી કે શું ઈઝરાયલ પાસે સૈનિકોની અછત છે? કે પછી વડાપ્રધાન નેતન્યાહૂ ડરી ગયા છે?

જોકે, કર્નલ ટિક્કુ આ વાત સાથે બિલકુલ સહમત નથી. તેઓ કહે છે કે જ્યારે બે દેશો સાથે મળીને યુદ્ધ લડતા હોય, ત્યારે બંને પોતાની અલગ-અલગ જવાબદારી વહેંચી લેતા હોય છે. અહીં જમીની કાર્યવાહીની જવાબદારી અમેરિકાએ લીધી છે. રહી વાત સૈનિકોની અછતની, તો રિઝર્વ ફોર્સ ગણીએ તો ઈઝરાયલ પાસે 4,50,000 સૈનિકો છે. પરંતુ હાલમાં ઈઝરાયલ હમાસ અને હિઝબુલ્લાહ સહિત સાડા ત્રણ મોરચે યુદ્ધ લડી રહ્યું છે. જો તે પોતાના સૈનિકો ઈરાન મોકલશે, તો ઈઝરાયલની પોતાની જ સુરક્ષા જોખમમાં મુકાઈ જશે.

શું અમેરિકા પોતાના બેઝ ઈઝરાયલમાં ખસેડશે?

એવી પણ વાતો ચાલી રહી છે કે ઈઝરાયલે અમેરિકાને ગલ્ફ દેશોમાંથી પોતાના લશ્કરી મથકો (બેઝ) હટાવીને ઈઝરાયલની અંદર નવા બેઝ બનાવવા કહ્યું છે. આ દાવા અંગે કર્નલ ટિક્કુ કહે છે કે આવું થવું વ્યવહારિક રીતે અશક્ય છે. અમેરિકાના બહેરીન, કતાર અને સાઉદી અરેબિયા જેવા આરબ દેશોમાં બહુ મોટા લશ્કરી બેઝ છે, જે તે ક્યારેય ત્યાંથી નહીં હટાવે. અત્યારે ઈઝરાયલનું પૂરું ફોકસ આગામી 6 થી 8 વર્ષમાં પોતાની 'આયર્ન ડોમ' સિસ્ટમને એટલી મજબૂત કરવા પર છે કે દુશ્મનની કોઈ મિસાઈલ ઈઝરાયલની ધરતી પર પડી જ ન શકે.

Frequently Asked Questions

અમેરિકા ઈરાન પર કઈ કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે?

અહેવાલો અનુસાર, અમેરિકા ઈરાન પર મોટી 'સર્જિકલ સ્ટ્રાઈક' અથવા જમીની કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. તેઓ હોર્મુઝ સ્ટ્રેટ નજીકના ઈરાનના ટાપુઓને નિશાન બનાવી શકે છે.

અમેરિકા કેટલા સૈનિકો તૈનાત કરી શકે છે?

અમેરિકા મધ્ય પૂર્વમાં આશરે 50,000 જેટલા સૈનિકો તૈનાત કરી શકે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, 50,000 થી વધુ સૈનિકો અને કમાન્ડો પહેલેથી જ ત્યાં પહોંચી ગયા છે.

અમેરિકા ઈરાનના કયા વિસ્તારો પર કબજો જમાવી શકે છે?

અમેરિકા ઈરાનના મહત્વના ઓઈલ હબ 'ખાર્ગ ટાપુ' પર કબજો જમાવી શકે છે. કર્નલ ટિક્કુના મતે, સોલ્ટ આઇલેન્ડ, હેન્ડ્રોબી ટાપુ, હેંગમ ટાપુ અને કિસ્મ ટાપુ પર પણ સૈનિકો ઉતારી શકે છે.

શું અમેરિકા ઈરાનમાં ઘૂસીને યુરેનિયમ જપ્ત કરશે?

એવું માનવામાં આવે છે કે અમેરિકન કમાન્ડો પેરાશૂટ દ્વારા ઈરાનના પરમાણુ પ્લાન્ટની આસપાસ ઉતરીને શુદ્ધ યુરેનિયમ જપ્ત કરી શકે છે અને ઝડપથી પાછા ફરી શકે છે.

ઈઝરાયેલ આ જમીની યુદ્ધથી કેમ દૂર છે?

ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિઝબુલ્લાહ સહિત ત્રણ મોરચે લડી રહ્યું છે. ઈરાનમાં સૈનિકો મોકલવાથી ઈઝરાયેલની પોતાની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક કાર્યક્રમ વચ્ચે ડાન્સ કરવાનું કેમ કર્યું શરૂ, વીડિયો વાયરલ
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
ન્યૂ જર્સીમાં રચાશે ઈતિહાસ, CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં અનોખા સમારોહનું થશે આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
FIA એ ન્યૂ યોર્ક સિટીમાં ‘ભારત બિયોન્ડ બોર્ડર્સ 2.0’ ગાલાનું કર્યું આયોજન
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો
Ship Hijacking: 22 ભારતીય ખલાસીઓથી ભરેલા બે જહાજોનું અપહરણ, ચાંચિયાઓનો ફરી વધ્યો ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget