શોધખોળ કરો

‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...

ટ્રમ્પે કહ્યું હતું કે મેલોની લોકપ્રિયતા વધારવા મારી સાથે ફોટો પડાવવા માંગતા હતા; ઇટાલીના પીએમએ આપ્યો જડબાતોડ જવાબ- મારી લોકપ્રિયતાને તમારી સાથે કોઈ લેવાદેવા નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પે મેલોનીએ ફોટો પડાવવા વિનંતી કર્યાનો દાવો કર્યો.
  • મેલોનીએ ટ્રમ્પના દાવાને નકારી, અર્થહીન ગણાવ્યો.
  • મેલોનીએ ટ્રમ્પને પોતાની લોકપ્રિયતા જોવા સલાહ આપી.

Trump Meloni photo row: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે અત્યારે એક મોટું શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. ફ્રાન્સમાં થયેલી એક મુલાકાત દરમિયાન ફોટો પડાવવાની બાબતને લઈને ટ્રમ્પે કરેલી ટિપ્પણી પર મેલોનીએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પને સલાહ આપી છે કે તેઓ ખોટા નિવેદનો આપવાને બદલે પોતાના કામ પર ધ્યાન આપે. આખો વિવાદ હાલ સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ટ્રમ્પનો શું હતો આરોપ?

થોડા સમય પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પર કટાક્ષ કર્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ફ્રાન્સમાં થયેલી એક બેઠક દરમિયાન મેલોની વારંવાર તેમની સાથે ફોટો પડાવવા માટે વિનંતી કરી રહ્યા હતા. ટ્રમ્પના કહેવા મુજબ, મેલોની પોતાની સતત ઘટી રહેલી લોકપ્રિયતાને વધારવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે આમ કરી રહ્યા હતા.

મેલોનીએ આપ્યો રોકડો જવાબ

ટ્રમ્પના આ દાવા પર ગિન્નાયેલા જ્યોર્જિયા મેલોનીએ શનિવારે કડક ભાષામાં વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોઈ પણ કારણ વગર સતત અર્થહીન અને પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે. મેલોનીએ સ્પષ્ટ કર્યું કે, "તમારા મિત્ર બનવાથી મને કોઈ ફાયદો થયો નથી, અને મારી લોકપ્રિયતા તમારી સાથેના મારા સંબંધો પર જરાય નિર્ભર નથી."

આ પણ વાંચોઃ ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં મેલોનીએ શું લખ્યું?

પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રમ્પની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતા મેલોનીએ એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેમણે નીચે મુજબની મહત્વની વાતો કહી:

"મારી લોકપ્રિયતા ઇટાલીના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની મારી ક્ષમતા પર આધાર રાખે છે, અને મેં હંમેશા તે જ કર્યું છે."

ઇટાલીમાં આવેલા યુએસ મિલિટરી બેઝનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "અમે હંમેશા અમેરિકા સાથેના કરારોનું સન્માન કર્યું છે. જ્યાં સુધી હું વડાપ્રધાન છું, ત્યાં સુધી તેનું ઉલ્લંઘન થઈ શકે નહીં. પણ યાદ રહે કે ઇટાલી એક સાર્વભૌમ દેશ છે."

"ગમે તે થાય, મારી લોકપ્રિયતાને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. હું તમને સલાહ આપું છું કે તમે તમારી પોતાની લોકપ્રિયતા પર ધ્યાન કેન્દ્રિત કરો."

પોતાની વાત પૂરી કરતા મેલોનીએ લખ્યું કે, "આ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટનો મારો છેલ્લો પ્રતિભાવ છે. હું પશ્ચિમી એકતામાં માનું છું, તેથી આ વિષય પર ફરી કોઈ ચર્ચા નહીં કરું. મને નથી લાગતું કે આવો તમાશો આપણા દેશોના કોઈ કામમાં આવે."

આ પણ વાંચોઃ વેનેઝુએલા-ઈરાન પછી અમેરિકાના નિશાના પર કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુથી ખળભળાટ

Frequently Asked Questions

ટ્રમ્પ અને મેલોની વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે ફોટો પડાવવાની બાબતને લઈને શબ્દયુદ્ધ શરૂ થયું છે. ટ્રમ્પે મેલોની પર કટાક્ષ કરતા આરોપ લગાવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પનો મેલોની વિશે શું આરોપ હતો?

ટ્રમ્પે દાવો કર્યો કે ફ્રાન્સમાં બેઠક દરમિયાન મેલોની પોતાની લોકપ્રિયતા વધારવા વારંવાર તેમની સાથે ફોટો પડાવવા વિનંતી કરી રહ્યા હતા.

ટ્રમ્પના આરોપો પર જ્યોર્જિયા મેલોનીએ શું પ્રતિક્રિયા આપી?

મેલોનીએ ટ્રમ્પના નિવેદનોને અર્થહીન ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમની લોકપ્રિયતા ઇટાલીના હિતોનું રક્ષણ કરવાની ક્ષમતા પર આધાર રાખે છે, ટ્રમ્પ સાથેના સંબંધો પર નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Advertisement

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget