શોધખોળ કરો

US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ

US-Iran War: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ તેના 22મા દિવસે પણ ચાલુ છે. શનિવારેના રોજ, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા તેહરાનના સૌથી મહત્વપૂર્ણ પરમાણુ કેન્દ્ર નાતાન્ઝ પર મોટો હુમલો કરવામાં આવ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા-ઈઝરાયેલે ઈરાનના નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર હુમલો કર્યો.
  • નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર અગાઉ પણ હુમલા થયા હતા.
  • અમેરિકા મધ્ય પૂર્વમાં ત્રણ યુદ્ધજહાજો અને સૈનિકો મોકલી રહ્યું છે.

US-Iran War: પશ્ચિમ એશિયામાં છેડાયેલું યુદ્ધ જારી છે. આજે (21 માર્ચ) અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના સૌથી મહત્વપૂર્ણ નતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી મિઝાનના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલે મળીને અહીં જોરદાર બોમ્બમારો કર્યો છે. જોકે, એવો દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલામાં કોઈ પણ પ્રકારના રેડિયેશન લીકેજના સમાચાર નથી. આ યુદ્ધને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ મચી ગઈ છે.

પહેલા પણ કરવામાં આવ્યો હતો હુમલો

યુદ્ધના પ્રથમ સપ્તાહમાં પણ અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાનના મુખ્ય પરમાણુ કેન્દ્ર નતાન્ઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. સેટેલાઇટ તસવીરોમાં અહીં ઘણી ઇમારતો ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે તેહરાનથી આ પરમાણુ પ્લાન્ટનું અંતર અંદાજે 220 કિલોમીટર છે. જૂન 2025માં પણ 12 દિવસના સંઘર્ષ દરમિયાન ઈઝરાયેલ અને અમેરિકાએ તેને નિશાન બનાવ્યું હતું.

અમેરિકા વધુ 3 વોરશિપ તૈનાત કરી રહ્યું છે

અમેરિકા-ઈઝરાયેલ તરફથી આ મોટો હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે એક દિવસ પહેલા જ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે તેઓ મિડલ ઈસ્ટમાં મિલિટરી ઓપરેશન ઘટાડવા પર વિચાર કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ અમેરિકા પશ્ચિમ એશિયામાં ત્રણ વધારાના યુદ્ધજહાજો અને લગભગ 2500 વધારાના મરીન સૈનિકો તૈનાત કરી રહ્યું છે.

નવરોઝ વચ્ચે હવાઈ હુમલા

શુક્રવારે (20 માર્ચ) ઈઝરાયેલે ઈરાનમાં નવરોઝ એટલે કે પર્શિયન નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું હતું તેની વચ્ચે હવાઈ હુમલા કર્યા હતા, જ્યારે ઈઝરાયેલે એક દિવસ પહેલા જ ઈરાનના મુખ્ય ગેસ ક્ષેત્ર પર વધુ હુમલા નહીં કરવાનું વચન આપ્યું હતું. ઈરાને પણ ખાડી ક્ષેત્રમાં તેલ અને કુદરતી ગેસના મથકો પર હુમલા તેજ કર્યા છે. દુબઈમાં શુક્રવારે વહેલી સવારે વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો હતો, જ્યારે શહેરની ઉપર એર ડિફેન્સ સિસ્ટમે હુમલા દરમિયાન થયેલા ગોળીબારને નિષ્ફળ બનાવ્યો હતો.

ઈરાનના 'સાઉથ પાર્સ' ગેસ ક્ષેત્ર પર ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાને પણ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગુરુવારે મોડી રાત્રે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર ઈઝરાયેલ હાલમાં ઓફશોર ગેસ ક્ષેત્ર પર કોઈ હુમલો નહીં કરે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ કર્યા પછી, ઈરાનના ઘણા ટોચના નેતાઓ હવાઈ હુમલામાં માર્યા ગયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે દેશની સૈન્ય ક્ષમતાઓ નબળી પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget