US: રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો, જાતીય શોષણ મામલે દોષિત, ફટકારાયો 50 લાખ ડોલરનો દંડ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે ઝટકો આપ્યો છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ટ્રમ્પને જાતીય સતામણી અને માનહાનિ માટે 5 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Jury in Manhattan federal court finds Former US President Donald Trump liable for sexually abusing magazine writer E. Jean Carroll in the 1990s and then defaming her, rejects the writer’s claim that Donald Trump raped her. The Jury also ordered him to pay $5 million in… pic.twitter.com/c6JMiFWHNz
— ANI (@ANI) May 9, 2023
ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પને 1990ના દાયકામાં એક મેગેઝિનના લેખિકા ઈ. જીન કૈરલનું જાતીય શોષણ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે. ટ્રમ્પે પણ અનેક વખત કૈરલને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટે ટ્રમ્પને દોષિત ઠેરવ્યા અને કૈરલને નુકસાની પેટે 5 મિલિયન ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. જોકે, કોર્ટે ટ્રમ્પને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કૈરલ પર દુષ્કર્મ કરવા માટે દોષિત ઠેરવ્યા નહોતા.
જ્યુરીએ કૈરલના દુષ્કર્મના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ કેસ સિવિલ કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યો હતો, ફોજદારી કોર્ટમાં નહીં.
પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયને સાર્વજનિક રીતે અપમાનજનક અને તેમની બદનામીનું કારણ ગણાવ્યું છે. ટ્રમ્પ વિરુદ્ધ આ મામલામાં 25 એપ્રિલથી સુનાવણી શરૂ થઈ હતી અને હવે નવ સભ્યોની જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ માટે દોષિત ઠેરવ્યા છે.
પીડિતા પર આક્ષેપો કરવામાં આવ્યા હતા
ટ્રમ્પે કેસની સુનાવણી દરમિયાન પીડિતા કૈરલને અનેકવાર બદનામ કર્યા હતા. તેણે કૈરલના આરોપોને બનાવટી વાર્તા ગણાવી હતી.
શું છે મામલો?
કૈરલે આરોપ લગાવ્યો છે કે ટ્રમ્પે 1996માં મેનહટ્ટનના ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમના પર દુષ્કર્મ કર્યું હતું. કૈરલે સૌપ્રથમવાર 2019માં એક પુસ્તકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડઝનથી વધુ મહિલાઓએ ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આવામાં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના મામલામાં ટ્રમ્પે ઘણી જ નારાજગી દર્શાવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાતીય શોષણના આ મામલાઓને કારણે ટ્રમ્પની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની યોજનાને ફટકો પડી શકે છે.