શોધખોળ કરો

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ

અમેરિકાએ એક દિવસ પહેલા હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર થયેલા હુમલાઓને અસ્વીકાર્ય ગણાવીને ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકાએ હોર્મુઝ હુમલા બદલ ઈરાન પર હવાઈ હુમલા કર્યા.
  • કેશમ, બંદર અબ્બાસ અને સિરિકમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા.
  • સેન્ટકોમે હોર્મુઝ જહાજ હુમલાના જવાબમાં કાર્યવાહી કરી.
  • ઈરાને અમેરિકી હુમલાને કરાર ભંગ ગણાવ્યો, સુરક્ષા રક્ષણ.

અમેરિકાએ એક દિવસ પહેલા હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર થયેલા હુમલાઓને અસ્વીકાર્ય ગણાવીને ઈરાનને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. હોર્મુઝમાં થયેલા આ હુમલાઓએ પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા ફરી ભડકાવી દીધી છે. અમેરિકાએ ઈરાન પર ફરી હવાઈ હુમલા શરૂ કર્યા છે. અમેરિકન સેનાએ કેશમ ટાપુ, બંદર અબ્બાસ અને સિરિકમાં હવાઈ હુમલા કર્યા છે.

ઈરાની મીડિયા અનુસાર, દક્ષિણ ઈરાનમાં કેશમ ટાપુ અને બંદર અબ્બાસમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. ઈરાનના સરકારી  મીડિયા અનુસાર, સિરિકમાં પણ સાત વિસ્ફોટો સંભળાયા  હતા. ઈરાનની સરકારી ચેનલ પ્રેસ ટીવીએ કહ્યું હતું કે દક્ષિણ બંદર શહેર સિરિકમાં અનેક વિસ્ફોટ થયા હતા. સિરિકના તાહેરુઈ પિયર વિસ્તારમાં છ પ્રોજેક્ટાઈલ પડ્યા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ હુમલાઓની પુષ્ટી કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સેન્ટકોમે જણાવ્યું હતું કે ઈરાન સામે લશ્કરી હુમલાઓ શરૂ કરવામાં આવ્યા છે. સેન્ટકોમે આ હુમલાઓને હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર થયેલા હુમલાઓને જવાબદાર ગણાવ્યા છે. સેન્ટકોમે જણાવ્યું હતું કે હોર્મુઝમાંથી પસાર થતા ત્રણ જહાજો પર ઈરાની હુમલાઓના જવાબમાં આ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.

સેન્ટકોમે જહાજો પર ઈરાની હુમલાઓને ગેરવાજબી, ખતરનાક અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ દરમિયાન ઈરાની વિદેશ મંત્રાલયે અમેરિકાના હુમલાઓને ઈસ્લામાબાદ સમજૂતી કરારની જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ઈરાની વિદેશ મંત્રાલયે આ માટે યુએસ સરકારને દોષી ઠેરવી હતી.

ઈરાને કહ્યું હતું કે તે તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. નોંધનીય છે કે હોર્મુઝમાં જહાજો પર થયેલા હુમલા બાદ, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઈરાની તેલના ઉત્પાદન અને વેચાણ માટે જારી કરાયેલ સામાન્ય લાઇસન્સ રદ કર્યું હતું.                        

Frequently Asked Questions

અમેરિકાએ ઈરાન પર શા માટે હવાઈ હુમલા કર્યા?

અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ જહાજો પર થયેલા ઈરાની હુમલાના જવાબમાં ઈરાન પર હવાઈ હુમલા શરૂ કર્યા. અમેરિકાએ આ હુમલાઓને વાણિજ્યિક જહાજો પરના હુમલાઓનો જવાબ ગણાવ્યા.

અમેરિકન સેનાએ ઈરાનમાં કયા વિસ્તારોને નિશાન બનાવ્યા?

અમેરિકન સેનાએ કેશમ ટાપુ, બંદર અબ્બાસ અને સિરિકમાં હવાઈ હુમલા કર્યા. ઈરાની મીડિયા અનુસાર, આ વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાન સામેના હુમલાઓ વિશે શું કહ્યું?

સેન્ટકોમે જણાવ્યું કે ઈરાન સામેના હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પરના ઈરાની હુમલાનો જવાબ છે. તેમણે ઈરાની હુમલાઓને ગેરવાજબી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યા.

અમેરિકાના હુમલાઓ પર ઈરાનની શું પ્રતિક્રિયા હતી?

ઈરાની વિદેશ મંત્રાલયે અમેરિકાના હુમલાઓને ઈસ્લામાબાદ સમજૂતી કરારનું ઉલ્લંઘન ગણાવ્યું. ઈરાને તેના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે પગલાં લેવાની વાત કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Embed widget