શોધખોળ કરો

Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક

Strait of Hormuz: અમેરિકા અને ઈરાન દોહામાં તેમના મતભેદોને બાજુ પર રાખીને હોર્મુઝ સ્ટ્રેટ વિવાદનો ઉકેલ લાવવા સંમત થયા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકા-ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ ઉકેલવા દોહામાં મળવા સંમત.
  • બંને પક્ષોએ લશ્કરી કાર્યવાહી રોકવાનો, જહાજોની અવરજવર સુનિશ્ચિત કરી.
  • ટ્રમ્પની ધમકીથી યુદ્ધવિરામ જોખમમાં, ઈરાન તેના અધિકાર પર અડગ.
  • પ્રારંભિક કરાર મુજબ, ઈરાનને સ્ટ્રેટ ખોલવાની જવાબદારી સોંપાઈ હતી.

અમેરિકા અને ઈરાન દોહામાં તેમના મતભેદોને બાજુ પર રાખીને હોર્મુઝ સ્ટ્રેટ વિવાદનો ઉકેલ લાવવા સંમત થયા છે. એક્સિયોસના અહેવાલ મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે બંને દેશો મંગળવારે દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પર ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે ચર્ચા કરવા માટે મળશે. "અમે બધી લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો છે."

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે બંને પક્ષો હાલ પૂરતા પાછળ હટશે જેનાથી કોઈ પણ પ્રકારા રોક ટોક વિના જહાજો અવરજવર કરી શકશે કારણ કે ટેકનિકલ વાટાઘાટો ચાલુ રહેશે. યુએસ અધિકારીઓ અને આ બાબતથી પરિચિત ત્રીજા સ્ત્રોતે મંગળવારની બેઠકની પુષ્ટી કરી છે. 

યુદ્ધવિરામ જોખમમાં

11 દિવસ પહેલા થયેલ આ નાજુક યુદ્ધવિરામ હવે જોખમમાં છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ ફરી શરૂ કરવાની અને જો ઈરાન તેનું પાલન નહીં કરે તો "અસ્તિત્વ સમાપ્ત" કરવાની ધમકી આપી છે. દરમિયાન, મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ રવિવારે (સ્થાનિક સમય) જણાવ્યું હતું કે પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિકનું સંચાલન કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના આ દલીલ સાથે અસંમત છે કે કરાર ઈરાનને નિયંત્રણ આપતો નથી અને જહાજોને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્તપણે ફરવા જોઈએ.

આ પણ વાંચોઃ US Iran Tension: ઈરાનના 10 સૈન્ય ઠેકાણાઓ પર અમેરિકાનો હુમલો, CENTCOMએ જાહેર કર્યો વીડિયો

જહાજો પર હુમલાઓથી વિવાદમાં વધારો

તેહરાનનો દાવો અમેરિકા સાથે ઘણા દિવસોના બદલો લેવાના હુમલાઓ પછી આવ્યો છે. આ હુમલાઓ ત્યારે શરૂ થયા જ્યારે ઈરાને ઓમાનના દરિયાકાંઠેથી સ્ટ્રેટ પસાર કરવાનો પ્રયાસ કરી રહેલા જહાજ પર હુમલો કર્યો. તેહરાન ઇચ્છે છે કે જહાજો તેના દરિયાકાંઠે અલગ માર્ગનો ઉપયોગ કરે અને જહાજોને તે અન્ય માર્ગનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જવાબદારી

વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, જૂનની શરૂઆતમાં ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કરારમાં ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન વાણિજ્યિક જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે અને ઈરાન, પ્રદેશના અન્ય દેશો સાથે પરામર્શ કરીને, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વહીવટ અને દરિયાઈ સેવાઓના ભવિષ્ય માટેના નિયમો નક્કી કરશે.

Frequently Asked Questions

અમેરિકા અને ઈરાન કયા મુદ્દા પર ચર્ચા કરવાના છે?

અમેરિકા અને ઈરાન દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ વિવાદનો ઉકેલ લાવવા માટે મળશે. બંને પક્ષોએ બધી લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વર્તમાન યુદ્ધવિરામ જોખમમાં શા માટે છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુદ્ધ ફરી શરૂ કરવાની ધમકી આપી છે. ઈરાનના વિદેશ પ્રધાને દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિકનું સંચાલન કરવાનો ઈરાનને સંપૂર્ણ અધિકાર છે.

હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ કયા કારણોસર વકર્યો હતો?

ઈરાને ઓમાનના દરિયાકાંઠેથી સ્ટ્રેટ પસાર કરવાનો પ્રયાસ કરી રહેલા જહાજ પર હુમલો કર્યો. તેહરાન ઇચ્છે છે કે જહાજો તેના દરિયાકાંઠે અલગ માર્ગનો ઉપયોગ કરે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ખુલ્લો રાખવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી?

જૂનની શરૂઆતમાં ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કરારમાં ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે જહાજોના સુરક્ષિત માર્ગની ખાતરી આપવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
Advertisement

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget