શોધખોળ કરો
Advertisement
વાવાઝોડાને અણુબોમ્બથી ઉડાવી દેવાનિ વિચિત્ર સલાહ આપતા દુનિયાના આ દિગ્ગજ નેતાની ઉડી મજાક
ટ્રમ્પે 201૭માં તેમના એક વરિષ્ઠ અધિકારીને પૂછયું હતું કે, શું વાવાઝોડા જમીન પર ત્રાટકે તે પહેલાં જ તેને અણુબોમ્બ ફેંકીને તેની તીવ્રતા અને ગતિને ઓછા ન કરી શકાય?
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેસમાં આવનાર ચક્રવાતો પર અહીં પહોંચતા જ પહેલા પરમાણુ બોમ્બ નાંખવાની સલાહ આપી છે જેથી ચક્રવાતને આવતું રોકી શકાય. એક્સિયોસ નામની એક સમાચાર વેબસાઈટે રવિવારે આ જાણકારી આપી હતી.
એજન્સી અનુસાર ટ્રમ્પ તેમની ઓવલ ઓફિસમાં આફ્રિકાના દરિયાકિનારેથી અમેરિકા તરફ ઝડપથી આગળ વધી રહેલા વાવાઝોડા એલેકસનો કેવી રીતે સામનો કરવો તેની અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક જ એવી સલાહ આપી હતી કે શા માટે આપણે આ વાવાઝોડાને અણુબોમ્બથી ઉડાવી ન દેવું જોઈએ? જેથી તે અમેરિકાના કાંઠા સુધી આવી જ ન શકે કે અમેરિકામાં વિનાશ વેરી ન શકે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક પૂરી થયા પછી કેટલાક અધિકારીઓ એવું બબડતા બબડતા બહાર નીકળ્યા હતા કે, આપણે આનું શું કરીએ?
ટ્રમ્પે 201૭માં તેમના એક વરિષ્ઠ અધિકારીને પૂછયું હતું કે, શું વાવાઝોડા જમીન પર ત્રાટકે તે પહેલાં જ તેને અણુબોમ્બ ફેંકીને તેની તીવ્રતા અને ગતિને ઓછા ન કરી શકાય? જોકે વ્હાઇટ હાઉસે આ મુદ્દે કોઈ પ્રત્યાઘાતો આપવાનું ટાળ્યું છે પણ કેટલાક વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પનો ઉદ્દેશ ખરાબ નથી. ટ્રમ્પનો આ વિચાર નવો નથી અગાઉ 1950માં રાષ્ટ્રપતિ આઇઝનહોવરના કાર્યકાળમાં એક સરકારી વૈજ્ઞાનિકે આવી સલાહ આપી હતી. અમેરિકામાં વારંવાર વાવાઝોડા આવે છે અને ભારે વિનાશ વેરે છે તેથી તેને રોકવાના ઉપાયો શોધાઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement