US Gold Card: અમેરિકાની નાગરિકતા માટે આપવા પડશે 5 મિલિયન ડૉલર, ટ્રમ્પની નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના અંગે જાણો
Donald Trump: આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે અને તે માત્ર ગ્રીન કાર્ડના વિશેષ અધિકારો જ નહીં પરંતુ શ્રીમંત ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ આપશે.

US Immigrants Gold Card: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (25 ફેબ્રુઆરી) એક નવી "ગોલ્ડ કાર્ડ" યોજનાની જાહેરાત કરી જે 5 મિલિયન ડૉલરમાં વેચવામાં આવશે અને ઇમિગ્રન્ટ્સને અમેરિકાની નાગરિકતા મેળવવામાં મદદ કરશે. આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે અને તે માત્ર ગ્રીન કાર્ડના વિશેષ અધિકારો જ નહીં પરંતુ શ્રીમંત ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ આપશે.
#BREAKING Trump says will sell 'gold' residency permits for $5 million pic.twitter.com/lMRvqcZp1Y
— AFP News Agency (@AFP) February 25, 2025
ઓવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે "અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. તમારી પાસે ગ્રીન કાર્ડ છે, આ ગોલ્ડ કાર્ડ છે. તેની કિંમત લગભગ 5 મિલિયન ડૉલર હશે અને તેનાથી તમને ગ્રીન કાર્ડ જેવા ખાસ અધિકારો મળશે. તેમણે વધુમાં કહ્યું, "આનાથી નાગરિકતાનો નવો માર્ગ ખુલશે. શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદશે અને અમેરિકા આવશે, અહીં રોકાણ કરશે અને ઘણી બધી નોકરીઓનું સર્જન કરશે."
કાર્યક્રમની શરૂઆત અને કાનૂની સ્થિતિ
ટ્રમ્પે જાહેરાત કરી કે આ કાર્યક્રમ આગામી બે અઠવાડિયામાં શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું કે તેમના વહીવટને કોંગ્રેસ તરફથી કોઈપણ પ્રકારની મંજૂરીની જરૂર નથી. જોકે, આ યોજના કેવી રીતે લાગુ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.
સંભવિત રીતે EB-5 કાર્યક્રમનો વિકલ્પ
વાણિજ્ય સચિવ લુટનિકે સૂચવ્યું કે નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના હાલના EB-5 પ્રોગ્રામનું સ્થાન લઇ શકે છે, જે ઇમિગ્રન્ટ રોકાણકારોને યુએસ વ્યવસાયોમાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવવાની મંજૂરી આપે છે. લુટનિકે કહ્યું કે 'ગોલ્ડ કાર્ડ'ના બદલામાં મળનારા પૈસા સીધા યુએસ સરકારને આપવામાં આવશે, જેનાથી તે સરળ બનશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે EB-5 કાર્યક્રમનો અંત લાવવા જઈ રહ્યા છીએ અને તેને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી બદલીશું. આ યોજના હેઠળ ઇમિગ્રન્ટ્સ વિશ્વ કક્ષાના નાગરિક છે તેની ખાતરી કરવા માટે 5 મિલિયન ડોલર ચૂકવીને યુએસ સરકારની ચકાસણી પ્રક્રિયાથી બચી શકે છે."
યુએસ અર્થતંત્ર પર અસર
ટ્રમ્પે કહ્યું કે ગોલ્ડ કાર્ડ યોજના દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ યુએસ રાજકોષીય ખાધ ઘટાડવા માટે કરવામાં આવશે. "તેઓ અમેરિકામાં રોકાણ કરી શકે છે, અને આપણે તે પૈસાનો ઉપયોગ આપણી ખાધ ઘટાડવા માટે કરી શકીએ છીએ.
Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે

